દેશમાં કોરોના બાદ શરૂ થયેલી પ્રથમ ડોમેસ્ટિક ટી૨૦ ટુર્નામેન્ટમાં દિલ્હી અને સૌરાષ્ટ્રએ સતત બીજી જીત મેળવીને પોતપોતાના ગ્રુપમાં ટૉપનું સ્થાન મેળવી લીધું હતું. ઇન્દોરમાં સૌરાષ્ટ્ર ટીમે સર્વિસીસ સામે પહેલી મૅચમાં ૩ વિકેટે વિજય મેળવ્યા બાદ ગઈ કાલે વિર્દભ સામે ૭૯ રનથી મસમોટી જીત મેળવી હતી. સૌરાષ્ટ્રની આ શાનદાર જીતના સ્ટાર હતા ઓપનર અવિ બારોટ, પ્રેરક માંકડ અને ચેતન સાકરિયા. બારોટ અને માંકડની હાફ સેન્ચુરીને જોરે સૌરાષ્ટ્રએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૩૩ રન બનાવ્યા હતા. ચેતન સાકરિયાના ૧૧ રનમાં પાંચ વિકેટના તરખાટ સામે વિર્દભ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૦ રન જ બનાવી શક્યું હતું.
બીજી તરફ વાનખેડેમાં પહેલી મૅચમાં મુંબઈને હરાવ્યા બાદ દિલ્હીએ ગઈ કાલે આંધ્રને ૬ વિકેટે હરાવીને સતત બીજો વિજય મેળવ્યો હતો. પ્રદીપ સાંગવાન (૩૩ રનમાં ૩) અને ઇશાંત શર્મા (૧૭ રનમાં બે) સામે આંધ્ર પ્રદેશ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૪ રન જ બનાવી શક્યું હતું. દિલ્હીએ ૧૭ ઓવરમાં ૪ વિકેટે ૧૨૮ રન બનાવીને મૅચ ૬ વિકેટે જીતી લીધી હતી. શિખર ધવન પાંચ જ રન બનાવી શક્યો હતો.
Ind vs Aus: બ્રિસ્બેનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું
19th January, 2021 15:11 ISTગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ રિકી પૉન્ટિંગનું ઊભરાયું મન, કહ્યું...
19th January, 2021 12:08 ISTમિસબાહ ઍન્ડ કંપની હટે એટલે હું પાકિસ્તાન માટે રમવા તૈયાર: આમિર
19th January, 2021 12:05 ISTઇંગ્લૅન્ડની શ્રીલંકન ધરતી પર લાગલગાટ પાંચમી જીત
19th January, 2021 12:02 IST