ચારેય વન-સાઇડેડ મૅચોમાં બોલરોનું વર્ચસ

Published: 26th December, 2012 05:56 IST

વૈંશ સુથારને હારવા છતાં લાસ્ટ સિક્સ્ટીનની તક : જોકે છારીયા ઉનેવાળ બ્રાહ્મણ, બ્રહ્મક્ષત્રિય અને મોચીની ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈમિડ-ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટમાં ગઈ કાલે આઠમા દિવસે ગઈ કાલે ચારમાંથી ત્રણમાં મૅચ ફસ્ર્ટ બૅટિંગ કરનાર ટીમે વિજય મેળવ્યો હતો. જોકે ચારેય મૅચ વન-સાઇડેડ રહી હતી અને આ મૅચોમાં બૅટ્સમેનો પર બોલરોનું વર્ચસ જોવા મળ્યું હતું. આખા દિવસમાં કુલ ૯ પ્લેયરો રનઆઉટ થયા હતા. એમાંથી પાંચ રનઆઉટ છેલ્લી મૅચમાં જોવા મળ્યાં હતા.

ગ્રુપ ઞ્માંથી એક ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલના નૉકઆઉટ સ્ટેજમાં પહોંચી હતી, એક ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી અને બીજી બે ટીમની પ્રી-ક્વૉર્ટરની આશા જીવંત રહી હતી.

ગ્રુપ ણ્માંથી બે ટીમોએ પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કયોર્ હતો અને બીજી બે ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી.

મૅચ ૧

મેઘવાળે બૅટિંગ મળ્યાં પછી જબરદસ્ત ફટકાબાજીથી દિવસની શરૂઆત કરી હતી. છેક ૫૧મા રને ઓપનર યોગેશ પડાયાની વિકેટ પડી હતી. જોકે પડાયાના ૨૧ રનથી બમણા તેના સાથીઓપનર નરેશ મારુ (૪૨) બનાવ્યા હતા, જ્યારે બન્નેથી ચડી જાય એવી ઇનિંગ્સમાં વનડાઉન બૅટ્સમૅન અવિનાશ રાઠોડે બાવન રન બનાવ્યા હતા. નરેશે બે બૉલમાં બે સિક્સર ફટકારીને ટીમને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન અપાવ્યા હતા, જ્યારે અવિનાશ રાઠોડ બે વાર સતત ત્રીજી ફોર મારવામાં નિષ્ફળ ગયો હતો. આ ટીમના ૧૫૭ રન આ વખતનું હાઇએસ્ટ ટોટલ છે.

ગઈ કાલની આ પ્રથમ વન-સાઇડેડ મૅચમાં વૈંશ સુથારે સાધારણ શરૂઆત કરી હતી, પરંતુ પાવર ઓવરમાં વિકેટના શ્રીગણેશ કર્યા હતા. આ ઓવરમાં વિકેટ પડતાં ટીમના ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા અને માંડ ૩૨ રનનું ટોટલ રહ્યું હતું. ત્યાર પછી દરેક ઓવરમાં વિકેટ પડી હતી અને સ્કોર મંદ ગતિએ વધતા રહ્યા બાદ છેવટે આ ટીમની ૧૦૩ રનના આ વખતની સ્પર્ધાના સેકન્ડ-બેસ્ટ માર્જિનથી હાર થઈ હતી.

મેઘવાળની ટીમે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કયોર્ હતો. વૈંશ સુથારે એ રાઉન્ડમાં પહોંચવા શનિવારે છારીયા ઉનેવાળ બ્રાહ્મણને હરાવવું પડશે. જોકે વૈંશ સુથારે આ જ ગ્રુપની આહિરની ટીમ સામે રનરેટ માટે હરીફાઈમાં ઊતરવું પડે તો નવાઈ નહીં.

ટૂંકો સ્કોર : મેઘવાળ : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૫૭ રન (અવિનાશ રાઠોડ ૨૪ બૉલમાં એક સિક્સર અને આઠ ફોર સાથે બાવન રન, નરેશ મારુ ૧૭ બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોર સાથે ૪૨ રન, યોગેશ પડાયા ૧૧ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૨૧ રન, અંકિત કાટેલિયા ૨-૦-૩૦-૨)

વૈંશ સુથાર : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૫૪ રન (દિવેશ કાટેલિયા ૧૨ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ રન, હિતેશ પડાયા ૨-૦-૬-૩)

મૅચ ૨

આહિરે બૅટિંગ લઈને પાંચ વિકેટે ૮૮ રન બનાવ્યા હતા. આ ટીમમાં એકેય પ્લેયર ૧૫ રન પણ નહોતો બનાવી શક્યો અને એક્સ્ટ્રાના ૪૯ રન ટીમને સૌથી વધુ કામમાં આવ્યા હતા. આ ૪૯માંથી ૩૩ રન વાઇડના, ૧૨ લેગ બાયના અને ૪ બાયના હતા.

છારીયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમ ૮૯ના ટાર્ગેટ સામે શરૂઆતથી જ નબળી સાબિત થઈ હતી. નારણ આહિરની પ્રથમ ઓવરમાં બે વિકેટ પડી હતી અને કરસન છાંગાની બીજી ઓવર મેઇડન હતી જેમાં ત્રણ વિકેટ પડી હતી. મેઇડન બદલ બૅટિંગ ટીમના ટોટલમાંથી ૬ રનની બાદબાકી થઈ ગઈ હતી અને ટોટલ -૨ રહ્યું હતું. પછીથી સાધારણ ગતિએ રન બન્યા હતા. જોકે હરિ આહિરની નવમી ઓવરમાં ત્રણ વિકેટ રનઆઉટમાં પડતાં ટોટલ ૫૦ રનને પાર કરશે એવી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું અને આ ટીમ છેવટે ૪૮ રનથી પરાજિત થતાં ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : આહિર : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૮ રન (નારણ આહિર ૨૧ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, રાજેશ આહિર ૯ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન, કરસન છાંગા ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૧ રન, એક્સ્ટ્રા ૪૯, રશેશ જાની ૨-૦-૧૬-૨)

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ : ૯ ઓવરમાં ૪૦ રને ઑલઆઉટ (રશેશ જાની ૨૪ બૉલમાં પાંચ ફોર સાથે ૨૬ નૉટઆઉટ, કરસન છાંગા ૨-૧-૪-૩)

મૅચ ૩

બે વર્ષથી રનર્સ-અપ બનતી હાલાઈ લોહાણાની ટીમે આ મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવાનું હતું અને એણે મૅચને વન-સાઇડેડ બનાવીને આસાનીથી લાસ્ટ સિક્સ્ટીનના રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બ્રહ્મક્ષત્રિયની ટીમ બૅટિંગ લઈને આ સ્ટ્રૉન્ગ ટીમ સામે ૭ વિકેટે ફક્ત ૪૭ રન બનાવી શકી હતી.

હાલાઈ લોહાણાએ પાંચમી ઓવરમાં એક જ વિકેટના ભોગે ૪૮ રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે બ્રહ્મક્ષત્રિયની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : બ્રહ્મક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૪૭ રન (જતીન રાડિયા ૨૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૩ રન, સાગર મસરાણી ૧-૦-૨-૧, મેહુલ ગોકાણી ૧-૦-૨-૧, મનન ઠક્કર ૧-૦-૯-૧)

હાલાઈ લોહાણા : ૪.૪ ઓવરમાં એક વિકેટે ૪૮ રન (પ્રશાંત વિઠલાણી ૯ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૪ નૉટઆઉટ, સાગર મસરાણી ૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૨ નૉટઆઉટ)

મૅચ ૪

લીગ રાઉન્ડના બીજા તબક્કાની આ છેલ્લી મૅચમાં ગુર્જર સુતારે બૅટિંગ લઈને સારી શરૂઆત કરી હતી. પહેલી પાંચ ઓવરમાં એકમાત્ર રનઆઉટની વિકેટ સિવાય બીજું કોઈ નુકસાન નહોતું થયું, પરંતુ બૅટ્સમેનોની રનિંગ બિટ્વીન ધ વિકેટ્સ સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. બૅટ્સમેનો વચ્ચેની ગેરસમજ એટલી હદે હતી કે આ ટીમે રનઆઉટમાં કુલ ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે આ સ્થિતિમાં રન પણ સારી ગતિએ બનતા રહ્યા હતા અને ૨૯ એક્સ્ટ્રાની મદદથી આ ટીમે ૧૧૨ રન બનાવીને મોચીની ટીમને ૧૧૩ રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

મોચીની ટીમે પણ ગુર્જર સુતારની જેમ ત્રીજી ઓવરમાં રનઆઉટમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. પછીની દિવેશ જોલાપરાની મેઇડન ઓવરમાં બે વિકેટ પડી હતી. મેઇડનને કારણે ટીમના ટોટલમાંથી ૬ રનની બાદબાકી થઈ ગઈ હતી અને ટોટલ ત્રણ વિકેટે ફક્ત ૧૨ રન હતું. ત્યાર પછી બૅટ્સમેનોના વધુ પડતા ડિફેન્સિવ અપ્રોચને કારણે, બોલરોની સમજદારીપૂર્વકની બોલિંગને લીધે તેમ જ ચુસ્ત ફીલ્ડિંગને કારણે મોચીની ટીમ વધુ વિકેટોના આંચકા સાથે ૧૦ ઓવરમાં પૂરા ૫૦ રન પણ નહોતી બનાવી શકી અને હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૧૨ રન (નૈનેશ પંચાસરા ૩૦ બૉલમાં છ ફોર સાથે ૩૯ નૉટઆઉટ, તુષાર ગોહિલ ૨-૦-૧૭-૨)

મોચી : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૪૬ રન (ચિરાગ ગોહિલ ૧૫ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન, સાગર ગોહિલ ૯ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૩ નૉટઆઉટ, દિવેશ જોલાપરા ૨-૧-૫-૩)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

ચરોતર રૂખી  (A૧)

V/S

પ્રજાપતિ કુંભાર (A૨)

સવારે ૧૧.૦૦

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન (A૩) V/S

નાથળિયા નેવાળ બ્રાહ્મણ (A૪)

બપોરે ૧.૦૦

કચ્છ-વાગડ લેઉવા પટેલ (B૧) V/S

કચ્છી કડવા પાટીદાર (B૨)

બપોરે ૩.૦૦

ગુર્જર ક્ષત્રિય કડિયા (B૩)

V/S

બાલાસિનોર (B૪)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK