Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રિટાયર થવાનો મારો કોઈ પ્લાન નથી : રૉજર ફેડરર

રિટાયર થવાનો મારો કોઈ પ્લાન નથી : રૉજર ફેડરર

01 February, 2020 11:10 AM IST | Melbourne

રિટાયર થવાનો મારો કોઈ પ્લાન નથી : રૉજર ફેડરર

રૉજર ફેડરર

રૉજર ફેડરર


ઑસ્ટ્રેલિયા ઓપનની સેમી ફાઇનલમાં નોવાક જૉકોવિચ સામે હારી ગયા બાદ રૉજર ફેડરરે કહ્યું હતું કે મારો રિટાયર થવાનો કોઈ પ્લાન નથી. ટેનિસ સેન્ગ્રેન સામેની મૅચમાં તેને ગ્રોઇન ઇન્જરી થઈ હતી. આ વિશે વાત કરતાં ફેડરરે કહ્યું હતું કે ‘સાચું કહું તો હું વિચારી રહ્યો હતો કે મૅચ હું રમી શકીશ. હું મૅચ બાદ સીધો સ્કૅન કરાવવા ગયો હતો. ત્યાં સુધી બધું સારું હતું. ત્યાર બાદ મેં એ વિશે વધુ ન વિચાર્યું અને મેં પ્રૅક્ટિસ પણ નહોતી કરી. જો મને લાગ્યું હોત કે હું મૅચ નહીં જીતી શકું તો હું એ રમવા પણ ન ગયો હોત. દિવસના અંતે હું ખુશ છું કે હું સારી રીતે રમ્યો હતો. જોકે ભવિષ્ય શું છે એની મને ખબર નથી. સાચું કહું તો મને જે ફીલિંગ્સ થઈ રહી છે એને લઈને હું ખુશ છું. મને મારા પર વિશ્વાસ છે. મારો હાલમાં રિટાયર થવાનો કોઈ પ્લાન નથી.’


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2020 11:10 AM IST | Melbourne

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK