ખો ખો નૅશનલ્સમાં મહારાષ્ટ્ર અને કેરળ સેમી ફાઇનલમાં

Published: Dec 30, 2019, 15:46 IST | Mumbai

53મી સિનિયર નૅશનલ ખો ખો ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર અને કેરળ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે.

ખો-ખો
ખો-ખો

53મી સિનિયર નૅશનલ ખો ખો ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર અને કેરળ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે. વેસ્ટ બેન્ગાલ સામે મહારાષ્ટ્રએ 15-8 થી જીત મેળવીને સેમી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. કેરળે કરર્ણાટક સામે 17-11 થી જીત મેળવી પોતાની જગ્યા સેમી ફાઇનલમાં બનાવી દીધી છે. મહારાષ્ટ્રમાં પ્રતીક વૈકર ત્રણ મિનિટ અને 40 સેકન્ડની ડિફેન્સ દેખાડી ગજબની રમત રમ્યો હતો. કેરળમાં અરુણ એસએ મહત્ત્વનો પ્લેયર સાબિત થયો હતો. મહારાષ્ટ્ર હવે કોલ્હાપુર અને કેરળ હવે રેલવે સામે સોમવારે સેમી ફાઇનલ રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK