Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી લેજન્ડ બલબીર સિંહનું નિધન

હૉકી લેજન્ડ બલબીર સિંહનું નિધન

26 May, 2020 10:07 AM IST | Chandigarh
Agencies

હૉકી લેજન્ડ બલબીર સિંહનું નિધન

હૉકી લેજન્ડ બલબીર સિંહ

હૉકી લેજન્ડ બલબીર સિંહ


હૉકી લેજન્ડ બલબીર સિંહનું ૯૬ વષર્ની ઉંમરે ગઈ કાલે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમને ૮ મેએ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. રવિવારે મધરાત બાદ તેમની તબિયત તથડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમની કોરોના-ટેસ્ટ કરાવવામાં આવી હતી, જે નેગેટિવ હતી. બલબીર સિંહ ભારતની ગોલ્ડન જનરેશનમાં રમનાર પ્લેયર હતા. ભારતે ૧૯૪૮, ૧૯૫૨ અને ૧૯૫૬માં ઑલિમ્પિકમાં ગોલ્ડ મેળવ્યો હતો અને એ વખતે બલબીર સિંહ એ ટીમમાં હતા. ૧૯૪૮માં હૉકી રમનાર તમામ પ્લેયરોમાં બે વ્યક્તિ હયાત હતા અને બલબીર સિંહના મૃત્યુથી હવે ફક્ત કેશવ દત્ત એકમાત્ર વ્યક્તિ જીવિત રહી છે. તેમણે ૧૯૫૨માં એક જ મૅચમાં પાંચ ગોલ કર્યા હતા અને એ રેકૉર્ડ હજી સુધી કોઈ તોડી નથી શક્યું. ભાગલા બાદ બલબીર સિંહ તેમની ફૅમિલી સાથે લુધિયાણામાં શિફ્ટ થયા હતા. તેઓ ૧૯૪૧થી ૧૯૬૧ દરમ્યાન પંજાબ પોલીસમાં કામ કરતા હતા. તેમને ૧૯૫૭માં પદ્દ્‍‍મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ અવૉર્ડ મેળવનારા તેઓ પહેલા સ્પોર્ટ્સ પર્સન હતા.

પદ્દ્‍‍મશ્રી મેળવનાર પહેલા સ્પોર્ટ્સ પર્સનને આપી શ્રદ્ધાંજલિ



લેજન્ડ બલબીર સિંહ સિનિયર વિશે સાંભળીને ખૂબ દુખ થયું. દુઃખના આ સમયમાં તેમની ફૅમિલી માટે પ્રાર્થના કરી રહ્યો છું.
- વિરાટ કોહલી


ઇન્ડિયાના સૌથી મહત્ત્વના ઑલિમ્પિયન બલબીર સિંહ સિનિયરના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના જેવા ઍથ્લિટ અને રોલમૉડલ ભાગ્યે જ જોવા મળે છે. મારા માટે સન્માનની વાત છે કે હું તેમને ઓળખી શક્યો. આશા રાખું કે દુનિયાભરમાં આવનારી પેઢીને તેમની પાસેથી પ્રેરણા મળતી રહે.
-અભિનવ બિન્દ્રા

લેજન્ડરી ઑલિમ્પિયન બલબીર સિંહ સિનિયરનું અચાનક મૃત્યુ થયું હોવાથી દુખી છું. તેમની ફૅમિલીને આવા કપરા સમયમાં શક્તિ મળે એવી પ્રર્થના કરું છું. તેમના આત્માને શાંતિ મળે.
- પી. આર. શ્રીજેશ


બલબીર સિંહ સિનિયરજીના મૃત્યુના સમાચાર દુખદ છે. તેઓ ઉમદા ઍથ્લિટ અને રોલમૉડલ હતા. તેમને શબ્દોમાં ન વર્ણવી શકાય. તેમની પાસેથી મને ખૂબ પ્રેરણા મળી છે. તેમની ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સની સાથે મારી સહાનુભૂતિ.
- પી. ટી. ઉષા

બલબીર સિંહજી એક ઉમદા ખેલાડી હતા અને તેમણે ઘણાં વર્ષો ફીલ્ડ પર પસાર કર્યાં છે. તેઓ હૉકીના ખરેખરા લેજન્ડ હતા. મારી સહાનુભૂતિ તેમના પરિવાર સાથે છે.
- રવિ શાસ્ત્રી

હૉકી લેજન્ડ બલબીર સિંહ સિનિયરના મૃત્યુના સમાચારથી ખૂબ દુખી છું. તેઓ ત્રણ વાર ઑલિમ્પિક મેડલિસ્ટ, પદ્દ્‍‍મશ્રી અવૉર્ડ વિજેતા અને ઇન્ડિયાના ઉમદા ઍથ્લિટ હતા. ભવિષ્યની જનરેશનને તેમની લેગસી હંમેશાં પ્રેરણા આપતી રહેશે. તેમના ચાહકો, ફૅમિલી અને ફ્રેન્ડ્સની સાથે મારી સહાનુભૂતિ છે.
- પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ

પદ્દ્‍‍મશ્રી બલબીર સિંહ સિનિયરજી સ્પોર્ટ્સમાં આપેલા તેમના અતુલ્ય યોગદાન બદલ હંમેશાં યાદ રહેશે. તેમણે દેશને ખૂબ જ ગર્વ અપાવ્યું છે. તેઓ ખૂબ સારા હૉકી પ્લેયર હોવાની સાથે ખૂબ જ ઉમદા મેન્ટર પણ હતા. તેમના મૃત્યુથી દુઃખ થયું છે. તેમની ફૅમિલી સાથે મારી સહાનુભૂતિ છે.
- નરેન્દ્ર મોદી

પદ્દ્‍‍મશ્રી બલબીર સિંહ સિનિયરજીના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું છે. તેઓ લેજન્ડરી હૉકી પ્લેયર હતા. તેમણે તેમની હૉકી વડે ઇન્ટરનૅશનલ લેવલ પર તેમની છાપ છોડી છે. ખૂબ જ ઝિંદાદિલ અને મોજીલા બલબીરજીને મળવાનો મોકો મને મળ્યો હોવાથી હું પોતાને ખુશનસીબ માનું છું. તેઓ ત્રણ વાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
- અમિત શાહ

ઇન્ડિયાના લેજન્ડરી હૉકી પ્લેયર બલબીર સિંહ સિનિયરના મૃત્યુથી ખૂબ દુખી છું. તેઓ ૧૯૪૮ લંડન, ૧૯૫૨ હેલ્સિન્કી અને ૧૯૫૬ મેલબર્ન ઑલિમ્પિક્સના ઇન્ડિયન ગોલ્ડ મેડલ વિજેતા હતા. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.
- સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુ

હૉકી લેજન્ડ બલબીર સિંહ સિનિયરના મૃત્યુના સમચાર સાંભળીને ખૂબ દુખી થયો છું. તેમને મળવાનું મને સૌભાગ્ય મળ્યું હોવાથી હું પોતાને નસીબદાર માનું છું. તેઓ ખૂબ જ અદ્ભુત પર્સનાલિટી હતા. તેમની ફૅમિલી સાથે મારી સહાનુભૂતિ છે.
- અક્ષયકુમાર

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 10:07 AM IST | Chandigarh | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK