Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલી માટે શું કામ 18 ઓગસ્ટ ખાસ છે, જાણો અહીં

વિરાટ કોહલી માટે શું કામ 18 ઓગસ્ટ ખાસ છે, જાણો અહીં

18 August, 2019 06:30 PM IST | Mumbai

વિરાટ કોહલી માટે શું કામ 18 ઓગસ્ટ ખાસ છે, જાણો અહીં

વિરાટ કોહલી માટે શું કામ 18 ઓગસ્ટ ખાસ છે, જાણો અહીં


Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું નામ હાલ ક્રિકેટ દુનિયાના દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ છે. જેને પગલે લોકો હંમેશા કોહલીની દરેક વાતો જાણવા માંગે છે. ત્યારે અમે તમને વિરાટ કોહલીને લઇને એક એવી વાત જણાવી શું કે જે વાત કોહલી માટે ખાસ છે.

વિરાટ કોહલી માટે 18 ઓગસ્ટ ખાસ છે
વિરાટ કોહલી અને તેના ફેન્સ માટે
18 ઓગસ્ટનો દિવસ ખૂબ ખાસ છે. તેણે આજના દિવસે 11 વર્ષ પહેલા 18 ઓગસ્ટ 2008એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને પહેલી વખત ટીમ ઇન્ડિયાની વાદળી જરસી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. વિરાટે દાંબુલાના મેદાન પર તેના ઇન્ટરનેશનલ કરિયરને શરૂ કર્યું હતું. ત્યારે શ્રીલંકાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા વન ડે સીરીઝની પહેલી મેચ રમવા ઉતરી હતી. અહીં વિરાટને તેની પહેલી ઇન્ટરનેશનલ ઇનિંગ્સ તરીકે ઓપનર શરૂ કરી હતી. તે મેચને 11 વર્ષ વીતી ગયા છે અને આજે વિરાટ કોહલી વનડે અને ટેસ્ટ રૈંકિંગમાં નંબર-1 બેટ્સમેન છે.

સહેવાગ ઇજાના કારણે ન રમતા કોહલીને તક મળી હતી

વિસ્ફોટક ઓપન વીરેન્દ્ર સહેવાગ શ્રીલંકા સામે સીરિઝની આ પહેલા મેચમાં ઇજાના કારણે રમી શક્યા ન હતા. તો કોહલીને તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ડેબ્યુની તક મળી હતી. જોકે, તે પોતાને સાબિત કરી શક્યા નહીં અને માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તેની વિકેટ નુવાન કુલાસેકરાને મળી. તેમણે 22 બોલનો સામનો કર્યો અને તેના પહેલા ઇન્ટરનેશનલ મેચમાં 1 ફોર મારી હતી ત્યારે 33 મિનિટ સુધી ક્રીજ પર રહે.

પહેલી મેચમાં કોહલી માત્ર 12 રન જ કરી શક્યો હતો

વિરાટ કોહલી પોતાની પહેલી મેચમાં કોઇ ખાસ રમત રમી શક્યો ન હતો. પણ આજે તે રનનો વરસાદ કરે છે. આ મેચમાં વિરાટ કોહલીએ માત્ર 12 રન બનાવી શક્યા હતા. વિરાટને નુવાન કુલાસેકરાએ LBW આઉટ કર્યા હતા. ભારતની આખી ટીમ આ મેચમાં 146 રન પર ઑલ આઉટ થઇ ગઇ. મેજબાન શ્રીલંકાએ આ મેચ 8 વિકેટથી તેના નામે કરી લીધી.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

વિરાટ કોહલીએ અત્યારે વન-ડેમાં 43 સદી ફટકારી છે

વિરાટ કોહલીએ વન ડેમાં હાલ 43 સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી 25 સદી અને 20 હાફ સેન્ચુરી તેના નામે કરી ચૂક્યા છે. જ્યારે તેમના નામે 6613 રન છે. તે સિવયા ટી-20 ઇન્ટરનેશનલમાં પણ વિરાટ 21 હાફ સેન્ચુરીની સાથે 2369 રન બનાવી ચૂક્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 6 બેવડી સદી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 06:30 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK