રણજીમાં મહારાષ્ટ્રના જાધવની ૫૪ ફોર સાથે ત્રેવડી સદી
Published: 11th November, 2012 05:26 IST
ગઈ કાલે રણજી ટ્રોફીની બીજી લીગ મૅચોમાં બીજા દિવસે અનેક મોટી ઇનિંગ્સો જોવા મળી હતી:
પુણેમાં ઉત્તર પ્રદેશ સામેની રણજી મૅચના બીજા દિવસે મહારાષ્ટ્રના પાંચ વિકેટે ૭૩૮ રન હતા જેમાં કેદાર જાધવ (૩૨૭ રન, ૩૧૨ બૉલ, ૨ સિક્સર, ૫૪ ફોર) સ્ટાર બૅટ્સમૅન હતો. રોહિત મોટવાની ૧૪૬ રને નૉટઆઉટ હતો.
હૈદરાબાદમાં મધ્ય પ્રદેશ સામે હૈદરાબાદે કૅપ્ટન વીવીએસ લક્ષ્મણ (૧૨૦ રન, ૧૯૩ બૉલ, ૧ સિક્સર, ૧૪ ફોર)ના સૌથી મોટા યોગદાનથી ૩૪૧ રન બનાવ્યા હતા અને પછી મધ્ય પ્રદેશે ૪૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
જયપુરમાં રાજસ્થાન ૪૭૮ રને ઑલઆઉટ થયા પછી મુંબઈએ વિના વિકેટે ૭૬ રન બનાવ્યા હતા.
સુરતમાં ગુજરાત ૯ વિકેટે ૬૦૦ રનના ટોટલ પર દાવ ડિક્ર્લેડ કર્યો હતો જેમાં રુજુલ ભટ્ટના ૧૬૦ નૉટઆઉટ અને મનપ્રીત જુનેજાના ૧૫૯ રન હતા. રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રના વિના વિકેટે ૪૨ રન બન્યા હતા.
વડોદરામાં વિદર્ભ ૨૬૪ રને ઑલઆઉટ થયું હતું જેમાં હેમાંગ બદાણીના ૧૧૧ રન હતા. બરોડાએ બે વિકેટે ૧૯૨ રન બનાવ્યા હતા.
મોહાલીમાં પંજાબ સામેની મૅચમાં બેન્ગાલનો વૃદ્ધિમાન સહા બે રન માટે સદી ચૂકી ગયો હતો. બેન્ગાલ ૩૨૬ રને ઑલઆઉટ થયા પછી પંજાબે જીવનજોત સિંહ (૧૦૨ નૉટઆઉટ) અને મયંક સિધાના (૧૦૭ નૉટઆઉટ)ની સદીથી એક વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK