પરણેલી છું એવું તો મને લાગતું જ નથી : સાનીયા મિર્ઝા

Published: 6th November, 2012 05:24 IST

સાનિયાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે પોતે અને શોએબ એક પછી એક ટૂર પર જાય છે અને એના પરથી પોતાને થાય છે કે તેમનું ડેટિંગ હજીયે ચાલુ છે



ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ રવિવારે મોડી રાત્રે મુંબઈના એક ફૅશન શોમાં રૅમ્પ પર કૅટવૉક કર્યા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં તેની મૅરિડ લાઇફ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે તે પરણેલી હોય એવું તેને લાગતું જ નથી.

સાનિયાએ સવાબે વર્ષ પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતાં. સાનિયાએ રવિવારની મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે તેઓ બન્ને એક પછી એક ટૂર પર જાય છે અને એના પરથી પોતાને લાગે છે કે પોતે અને શોએબ હજી પણ ડેટિંગ કરી રહ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK