IPL 2020: KKRનો 10 રને વિજય

Published: 7th October, 2020 23:30 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બર્થ ડે બોય બ્રાવોએ ત્રણ વિકેટ લીધી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની મેચમાં કેકેઆરએ પહેલી બેટિંગ કરતા 167 રને ઓલઆઉટ થઈ હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે 157 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં રાહુલ ત્રિપાઠીએ આઠ ફોર અને ત્રણ સિક્સ મારીને 51 બોલમાં 81 રન, શુભમ ગીલ 11 રન, નિતીશ રાણા 9, સુનિલ નારાયણ નવ બોલમાં 17 રન, મોર્ગન સાત રન, રસેલ 2 રન, કૅપ્ટન દિનેશ કાર્તિક 12 રન, ચક્રવર્તીએ એક રન કર્યો હતો, જ્યારે નાગરકોટી અને શિવમ માવીએ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા હતા, અંતે ક્યુમિન્સ નવ બોલમાં 17 રને નોટઆઉટ રહ્યો હતો.

સીએસકેમાં ચહરે ચાર ઓવરમાં 47 રન, સેમ ક્યુરિન ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ, ઠાકુરે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, શર્મા ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ અને ડ્વેન બ્રાવોએ ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

tripathi

બીજી ઈનિંગમાં ફેફ ડુ પ્લેસિસે 10 બોલમાં ત્રણ ફોર મારીને 17 રન, રાયડુ 27 બોલમાં ત્રણ ફોર મારીને 30 રન, વોટસન છ ફોર અને એક સિક્સ મારીને 40 બોલમાં 50 રન, ધોની 12 બોલમાં ફક્ત 11 રન, સેમ ક્યુરન એક ફોર અને એક સિક્સ મારીને 11 બોલમાં 17 રને આઉટ થયો હતો. અંતે કેદાર જાધવ 12 બોલમાં ફક્ત 7 રન અને રવિન્દ્ર જાડેજા આઠ બોલમાં 21 રને નોટઆઉટ રહ્યા હતા.

કેકેઆરમાં પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 25 રન, વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ, સુનિલ નારાયણ ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ, શિવમ માવી ત્રણ ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, કમલેશ નાગરકોટી 21 રન આપીને એક વિકેટ અને આંદ્રે રસેલે બે ઓવરમાં  18 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK