વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20માં ઈજાને કારણે નહીં રમે શિખર

Published: Nov 28, 2019, 11:50 IST | New Delhi

ધવનની એક્ઝિટ અને સેમસનની એન્ટ્રી

શિખર ધવન
શિખર ધવન

ભારતીય ટીમના વિસ્ફોટક બૅટ્‌સમૅન શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ઈજાને પગલે બહાર થયો છે. ટીમમાં તેના સ્થાને સંજુ સેમસનને તક આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડેના જણાવ્યા મુજબ સુરતમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મૅચમાં રમતાં ધવનને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. મેડિકલ ટીમે કરેલી સમીક્ષા અનુસાર ઘા ઊંડો હોવાથી એને રૂઝાતા થોડો સમય લાગી શકે છે. વિકેટકીપર વૃદ્ધિમાન સહાને પણ જમણા હાથની આંગળીમાં ફ્રૅક્ચર થયું હોવાથી સર્જરી કરાવી હતી. તેને આ ઈજા પિન્ક બૉલ ટેસ્ટ દરમ્યાન થઈ હતી.

આ પણ વાંચો : કમબૅક વિશે પૂછતાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, જાન્યુઆરી સુધી કંઈ ન પૂછો

૬ ડિસેમ્બરે મુંબઈ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી૨૦ મૅચ રમાશે. બીજી ટી૨૦ મૅચ ૮ ડિસેમ્બરે તિરુવનંતપુરમમાં તેમ જ ત્રીજી અને અંતિમ મૅચ ૧૧ ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK