Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Ind vs NZ: ભારતીય મહિલાઓની કમાલ, 24 વર્ષે ન્યુઝીલેન્ડમાં જીતી સીરીઝ

Ind vs NZ: ભારતીય મહિલાઓની કમાલ, 24 વર્ષે ન્યુઝીલેન્ડમાં જીતી સીરીઝ

29 January, 2019 07:58 PM IST |

Ind vs NZ: ભારતીય મહિલાઓની કમાલ, 24 વર્ષે ન્યુઝીલેન્ડમાં જીતી સીરીઝ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 24 વર્ષે જીતી ન્યુઝીલેન્ડમાં સીરીઝ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 24 વર્ષે જીતી ન્યુઝીલેન્ડમાં સીરીઝ


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે બે-ઓવલ મેદાન પર રમવામાં આવેલી બીજી વન-ડે મેચમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે 3 વનડે મેચોની સીરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે છેલ્લા બોલ પર છક્કો લગાવીને જીત અપાવી.

ભારતીય ટીમને મળેલી પહેલી બેટિંગના આમંત્રણને સ્વીકારીને ન્યુઝીલેન્ડે કેપ્ટન એમી સ્ટાથવેટ (71)ની અર્ધસદીની ઇનિંગથી મહેમાન ટીમને 162 રનોનું લક્ષ્યાંક આપ્યું. ન્યુઝીલેન્ડની ટીમ 44.2 ઓવરમાં 161 રન પર સમેટાઈ ગઈ. આ લક્ષ્યને ભારતીય મહિલાઓએ આસાનીથી પાર કરી લીધું. એક સમયે ભારતનો સ્કોર 2 વિકેટ પર 15 રન હતો જ્યારે સલામી બેટ્સમેન જેમિમા રોડ્રિગેજ અને દીપ્તિ શર્માએ પોતાની વિકેટ ખોઈ દીધી હતી. ત્યારબાદ મંધાના અને મિતાલી રાજે ભારતીય ઇનિંગને સંભાળી. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 151 રનની અતૂટ હિસ્સેદારી કરીને ટીમને જીત અપાવી.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2019 07:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK