Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત અને વિન્ડીઝ વચ્ચે આજથી શરૂ થશે પહેલી ટી20 મેચ,સાંજ 8 વાગ્યાથી Live

ભારત અને વિન્ડીઝ વચ્ચે આજથી શરૂ થશે પહેલી ટી20 મેચ,સાંજ 8 વાગ્યાથી Live

02 August, 2019 11:35 PM IST | Mumbai

ભારત અને વિન્ડીઝ વચ્ચે આજથી શરૂ થશે પહેલી ટી20 મેચ,સાંજ 8 વાગ્યાથી Live

ભારત અને વિન્ડીઝ વચ્ચે આજથી શરૂ થશે પહેલી ટી20 મેચ,સાંજ 8 વાગ્યાથી Live


Mumbai : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની આજથી શરૂઆત થઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝમાં આ શ્રેણી શરૂ થઇ રહી છે. ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ આજે ફોર્ટ લોડરડેલ ફ્લોરિડા ખાતે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ ભારતના સ્થાનિક સમય મુજબ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. હવે વર્લ્ડ કપ બાદ નવા ઉત્સાહ સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી રહી છે. કોહલીની ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.

વેસ્ટ ઇન્ડિઝના હેડ કોચ ફ્લાયડ રીફેરે કહ્યુ છે કે કાયરન પોલાર્ડ અને સુનિલ નારેનની ટીમમાં વાપસી થયા બાદ ટીમ ફરી મજબુત બની છે.
  ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત  આજથી કરનાર છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી વિવિયન રિસર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી સબીના પાર્ક જમૈકા ખાતે રમાશે. ટેસ્ટ ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે વિકેટકીપર રાખવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ભારતીય ટીમ
:
વિરાટ કોહલી (સુકાની)
, રોહિત શર્મા, શિખર ધવન, રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વરકુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની.

વિન્ડીઝની ટીમ :

જહોન કેમ્બલે, ઇવિન લુવિસ, હેટમાયરનિકોલસ પુરન, પોલારડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કેમો પૌલ, સુનિલ નારેન, કોટ્રેલ, થોમસ, બ્રામ્બેલ, આન્દ્રે રસેલ, ખેરી પિયરે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 11:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK