Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીમાં ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર

ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીમાં ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર

12 September, 2019 12:13 PM IST | બૅન્ગલોર

ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીમાં ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર

પુરુષ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડ.

પુરુષ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડ.


ભારતની પુરુષ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે રશિયા સામે ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારી કરવા ભારતની ટીમ બેલ્જિયમની ટૂર પર જશે. ટોક્યો ઑલિમ્પિક ક્વૉલિફાયરના ફાઇનલ રાઉન્ડમાં ભારત એક અને બે નવેમ્બરે ભુવનેશ્વરમાં લોઅર-રૅન્ક રશિયા સામે રમશે. આ વિશે મનપ્રીતે કહ્યું હતું કે ‘પહેલાં અમે બેલ્જિયમ સામે અને પછી ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચ રમીશું. અમે રશિયાને ઓછું નહીં આંકીએ, કારણ કે તેમનો ડિફેન્સ બહુ સારો છે. તેઓ પણ ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કરવા કોશિશ કરી રહ્યા છે.’

hockey



મહિલા હૉકી ટીમની કૅપ્ટન રાની રામપાલ અને કોચ જોર્ડ મારીજ.


ભારતની મહિલા હૉકી ટીમ ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કરવા અમેરિકા સામે રમશે. ભારતની કૅપ્ટન રાની રામપાલે કહ્યું હતું કે ‘અમારી ટીમે ખૂબ જ સારી તૈયારી કરી છે. પ્લેયરોની ફિટનેસ શાનદાર છે. અમે બધા ઘણા સમયથી સાથે રમી રહ્યા છીએ એથી મૅચમાં કોર્ડિનેશન કામમાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 12:13 PM IST | બૅન્ગલોર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK