બૉક્સર વિકાસ ક્રિશન જીત્યા પછી પરાજિત ઘોષિત ભારતનો વિરોધ નકારી દેવામાં આવ્યો

Published: 5th August, 2012 04:41 IST

શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મધરાત પછી યોજવામાં આવેલી ૬૯ કિલો વર્ગની બૉક્સિંગની સ્પર્ધામાં ભારતના વિકાસ ક્રિશન યાદવને અમેરિકાના એરૉલ સ્પેન્સ સામેની રોમાંચક પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશન દ્વારા વિજેતા જાહેર કર્યા પછી વધુપડતા ફાઉલ્સ બદલ પરાજિત ઘોષિત કરવામાં આવ્યો એ બદલ ભારતે ઑલિમ્પિક્સના આયોજકો સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

vikas-krishnanજોકે એ અપીલ ફગાવી દેવામાં આવી હતી.

 

વિકાસે સ્પેન્સને ૧૩-૧૧થી હરાવ્યો હતો, પરંતુ બાઉટ દરમ્યાન તેણે સ્પેન્સને કુલ ૯ વખત પકડી રાખ્યો હતો અને પોતાનું ગમશીલ્ડ (દાંત પર રક્ષણ માટે પહેરવામાં આવતું માઉથગાર્ડ) જાણીજોઈને મોંની બહાર કાઢી નાખ્યું હતું એ બદલ જ્યુરીએ સ્પેન્સને ૪ પૉઇન્ટ આપી દઈને તેને ૧૫-૧૩થી વિજેતા જાહેર કયોર્ હતો. અસોસિએશને કહ્યું હતું કે વિકાસના અમુક ફાઉલ્સ ડેન્માર્કના રેફરી લાર્સ બ્રોવિલના ધ્યાનમાં નહોતા આવ્યા. જોકે ભારતની એવી દલીલ છે કે ‘વિકાસે સ્પેન્સને માત્ર ૭ વખત પકડ્યો હતો અને સ્પેન્સે પણ વિકાસને ૪ વાર પકડી રાખ્યો હતો.’

નવાઈની વાત એ છે કે બાઉટ પછી રેફરી લાર્સ બ્રોવિલે વિજેતા તરીકે ભૂલમાં સ્પેન્સનો હાથ ઊંચો કરી દીધો હતો, પરંતુ થોડી ક્ષણોમાં વિજેતા તરીકે વિકાસનું નામ ઘોષિત થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK