Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહનું ટૅલન્ટ જબરદસ્ત છે અને શમી ગેમને વધુ ઊંચાઈએ લઈ ગયો છે : ઇયાન

બુમરાહનું ટૅલન્ટ જબરદસ્ત છે અને શમી ગેમને વધુ ઊંચાઈએ લઈ ગયો છે : ઇયાન

05 December, 2019 01:21 PM IST | Mumbai

બુમરાહનું ટૅલન્ટ જબરદસ્ત છે અને શમી ગેમને વધુ ઊંચાઈએ લઈ ગયો છે : ઇયાન

ઈયાન બિશોપ

ઈયાન બિશોપ


વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપે તાજેતરમાં ભારતીય બોલરોનાં વખાણ કર્યાં હતાં. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગમાં સુધારો થયાની પણ વાત કરી હતી. એક મુલાકાતમાં આ વિશે વાત કરતાં બિશપે કહ્યું હતું કે ‘ભારતીય ફાસ્ટ બોલરોના પાયામાં કપિલ દેવનું યોગદાન અત્યંત મહત્ત્વનું છે. એને આગળ લઈ જવામાં જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, મુનાફ પટેલ અને શ્રીસંત જેવા પ્લેયરોએ મોટો ભાગ ભજવ્યો છે. હાલની ટીમમાં કૅપ્ટનને ફાસ્ટ બોલર વધારે ગમતા હોય એવું લાગે છે. જસપ્રીત બુમરાહમાં ગજબનું ટૅલન્ટ છે. તે ક્રિકેટની દરેક ફૉર્મેટમાં સારું પ્રદર્શન કરી જાય છે. મોહમ્મદ શમીએ તો ગેમને વધુ ઊંચાઈએ પહોંચાડી છે. ઇશાન્ત શર્માએ પણ નોંધનીય કામ કર્યું છે.’
આ અંગે વધુમાં વાત કરતાં બિશોપે કહ્યું હતું કે ‘મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે કામ અમે દશકો પહેલાં કરતાં હતાં એ કામ ભારતીય ફાસ્ટ બોલરો કૅરેબિયનમાં આવીને કરી જશે. આ માટે તો ટીમના બોલિંગ કોચ ભરત અરુણ, વ્યવસ્થાપકો અને કૅપ્ટનને અભિનંદન આપવા ઘટે. મને વધારે તો નથી ખબર, પણ આ પ્લેયરો ૧૪૪-૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જે બોલિંગ કરે છે એ ખરેખર વખાણવાલાયક છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 01:21 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK