ટ્રૉટ-બ્રૉડને કાઢો અને મૉન્ટીને લાવો

Published: 21st November, 2012 06:37 IST

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ પ્લેયર ડેવિડ લૉઇડે અમદાવાદની પ્રથમ ટેસ્ટમૅચમાં ફ્લૉપ ગયેલા બૅટ્સમૅન જોનથન ટ્રૉટ (૦ અને ૧૭ રન)ને શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થનારી બીજી ટેસ્ટમૅચની ટીમમાં સ્થાન ન આપવાની સલાહ એક અખબારી કૉલમમાં આપી હતી.લંડન:

ડેવિડ લૉઇડે બીજી ટેસ્ટમાં આક્રમક સ્પિનર મૉન્ટી પનેસરને લેવાની હિમાયત કરી હતી.

ઇયાન બૉથમે પ્રથમ દાવમાં ૯૭ રનમાં એક પણ વિકેટ ન લઈ શકનાર અને બૅટિંગમાં નિષ્ફળ ગયેલ સ્ટુઅર્ટ બ્રૉડના ફૉર્મની ટીકા કરી હતી અને તેને બીજી ટેસ્ટમૅચમાં ન લેવાનો સંકેત સ્કાય સ્પોર્ટ્સ ચૅનલ પરની કૉમેન્ટરીમાં આપ્યો હતો. આ મુદ્દે બ્રૉડ અને બૉથમ વચ્ચે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ થયું હતું.

સ્ટીવન ફિન ફરી નહીં રમે

ફાસ્ટ બોલર સ્ટીવન ફિન સાથળની ઈજામાંથી હજી મુક્ત નથી થયો અને બીજી ટેસ્ટમૅચમાં પણ નહીં રમે.

બેલ પુત્રને જોવા પાછો ઇંગ્લૅન્ડમાં

ઇંગ્લૅન્ડનો બૅટ્સમૅન ઇયાન બેલ પાછો ઇંગ્લૅન્ડ પહોંચી ગયો છે અને શુક્રવારે વાનખેડેમાં શરૂ થનારી ટેસ્ટમૅચમાં નહીં રમે. તેની પત્નીએ ગઈ કાલે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો અને બેલ તેમની પાસે રહેવા થોડા દિવસ સ્વદેશ આવ્યો છે.

પુત્રના જન્મ પહેલાં જ બેલ પત્ની પાસે પહોંચી જવા માગતો હતો, પરંતુ તે ગઈ કાલે લંડન પહોંચે એ પહેલાં જ તેની વાઇફે પુત્રને જન્મ આપી દીધો હતો.

ભારતના હાથે ઇંગ્લૅન્ડનો બ્રાઉનવૉશ થશે : રમીઝ


પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજાએ ગઈ કાલે પીટીઆઈને ફોન પરની વાતચીતમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારત આ સિરીઝમાં ઇંગ્લૅન્ડનો બ્રાઉનવૉશ કરશે. ૪-૦થી શ્રેણી જીતી લેવાનો ટીમ ઇન્ડિયાને સારો અનુભવ છે.’

બ્રાઉનવૉશ કેમ કહેવાય છે?


શ્વેત પ્રજાવાળા દેશો (ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ) જો હરીફ ટીમને સિરીઝની બધી મૅચમાં હરાવે તો તેમણે વાઇટવૉશ કર્યો કહેવાય. જોકે વેસ્ટ ઇન્ડીઝની ટીમની આવી જીત બ્લૅકવૉશ તરીકે ઓળખાય છે, જ્યારે ભારત, પાકિસ્તાન કે શ્રીલંકાના બધી મૅચના ટેસ્ટસિરીઝ વિજય બ્રાઉનવૉશ ગણાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK