નારાજ મેક્સવેલે સેહવાગ માટે આપ્યું આ મોટુ નિવેદન...

Published: 20th November, 2020 17:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર માટે સેહવાગે જે વાત કરી તે પછી ફૅન્સને પણ લાગ્યુ હતુ કે આ વખતે તેણે મર્યાદા ઓળંગી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગ પોતાના બિન્દાસ નિવેદનો આપવા માટે ફેમસ છે, પરંતુ આ વખતે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર માટે સેહવાગે જે વાત કરી તે પછી ફૅન્સને પણ લાગ્યુ હતુ કે આ વખતે તેણે મર્યાદા ઓળંગી છે. એવામાં મેક્સવેલે પણ સેહવાગને વળતો જવાબ આપ્યો છે.

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) સીઝનમાં પંજાબ કિંગ્સ ઈલેવનના ખેલાડી ગ્લેન મેક્સવેલ માટે સારી રહી નથી. આ વર્ષે તે સીઝનમાં ખાસ કઈ પરફોર્મ કરી શક્યો નહોતો. પરિણામે સેહવાગે ગ્લેન મેક્સવેલને ’10 કરોડની ચિયરલિડર’ ગણાવીને કહ્યું કે તેને વેકેશન મળવાની સાથે સારા એવા પૈસા પણ મળ્યા છે. આ સીઝનમાં મેક્સવેલે માત્ર 103 રન અને 13 વિકેટ લીધી હતી.

સેહવાગે તેના યુટ્યુબ શો ‘વિરુ કી બેઠક’માં કહ્યું કે, છેલ્લા અમૂક સમયથી ગ્લેન મેક્સવેલનું આઈપીએલમાં પરફોર્મન્સ ઘટી રહ્યુ છે પરંતુ આ વર્ષે તો રેકોર્ડ બનાવી દીધો છે. પંજાબને આ 10 કરોડની ચિઅરલીડર મોંઘી પડી છે. આને તમે હાઈલી પેઈડ વેકેશન કહી શકો છો.

ગ્લેન મેક્સવેલે પણ વળતો જવાબ આપતા કહ્યું કે, હુ સમજુ છુ કે વિરુ મને પસંદ કરતો નથી, ઠીક છે. તેને જે કહેવુ હોય એ તે કહી શકે છે. તે આવા પ્રકારના નિવેદનો આપે છે તેથી જ મીડિયામાં રહે છે તેથી તે આમ કહે તો ઠીક છે. આ બધુ સાંભળીને હુ આગળ વધુ છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK