Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાના નિવેદન પર વકર્યો વિવાદ, હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ

હાર્દિક પંડ્યાના નિવેદન પર વકર્યો વિવાદ, હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ

14 February, 2019 04:25 PM IST |

હાર્દિક પંડ્યાના નિવેદન પર વકર્યો વિવાદ, હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ

હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ

હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ


હાર્દિક પંડ્યાના મહિલાઓ વિશેના વિવાદિત નિવેદનનો વિવાદ વકરી રહ્યો છે. દેશભરમાં હાર્દિક પંડ્યાના આ નિવેદનનો વિરોધ થયા બાદ હવે હોટ સ્ટારે આખો એપિસોડ જ હટાવી લીધો છે. હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે ફિલ્મ મેકર કરણ જોહરના ચેટ શો કૉફી વીથ કરણ 6માં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને પગલે સોશિયલ મીડિયામાં પણ બંને ટ્રોલ થયા હતા.

વિવાદ વકર્યા બાદ હોટસ્ટારે આ એપિસોડ હટાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ બંને પ્લેયર્સને રમાડવા કે નહીં તેનો નિર્ણય COA પર છોડ્યો છે. તો બીજી તરફ ડાયના એડલજીએ બંને ખેલાડીઓ પર પ્રતિબંધ માટે લીગલ સેલની સલાહ માગી છે.



આ પણ વાંચોઃ પંડ્યા-રાહુલ વિવાદ પર બોલ્યા કોહલી, કહ્યું:COA કહેશે તો જ પહેલી વન ડેમાં રમશે બંને ખેલાડી


વિવાદ વકર્યા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માફી માગી હતી. હાર્દિક પંડ્યાએ લખ્યું હતું, 'કૉફી વીથ કરણમાં મારા નિવેદન બાદ મેં જેનું જેનું દિલ દુભવ્યું છે તે હું તમામની માફી માગું છું. પ્રામાણિક્તાથી કહું તો શોના અંદાજને જોતા હું થોડો ખુલી ગયો હતો. હું કોઈની બેઈજ્જતી કરવા નહોતો ઈચ્છતો, કે કોઈની ભાવનાઓને દુઃખ પહોંચાડવા નથી ઈચ્છતો.'

 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK