આવતી કાલે મિડ-ડે કપ માટે કપોળ જ્ઞાતિની ક્રિકેટ ટીમનું ઓપન સિલેક્શન

Published: 24th November, 2012 07:48 IST

૧૫ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી સુધી પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડમાં યોજાનારી ૩૨ જ્ઞાતિઓ વચ્ચેની મિડ-ડે કપ TEN10 સ્પર્ધાની છઠ્ઠી સીઝન માટે કપોળ જ્ઞાતિની ક્રિકેટ ટીમ સિલેક્ટ કરવા આવતી કાલે સવારે ૮.૩૦થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન કાંદિવલી (વેસ્ટ)માં મહાવીર નગરની કપોળ વિદ્યાનિધિ સ્કૂલના ગ્રાઉન્ડમાં ઓપન સિલેક્શન રાખવામાં આવ્યું છે.સમસ્ત કપોળ સમાજમાંથી ૧૫ વર્ષથી વધુ વયના તેમ જ વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ, બદલાપુર, પનવેલ સુધીના પ્લેયરો આ ઓપન સિલેક્શનના કૅમ્પમાં ભાગ લઈ શકશે. કૅમ્પમાં ભાગ લેવા માગતા પ્લેયરે વાઇટ ડ્રેસ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવવાનું રહેશે.

ઓપન સિલેક્શન એમસીએ (મુંબઈ ક્રિકેટ અસોસિએશન)ના કોચ દ્વારા કરવામાં આવશે.

મિડ-ડે કપમાં સમગ્ર કપોળ સમાજનું પ્રતિનિધિત્વ થાય, કપોળ જ્ઞાતિના ટૅલન્ટેડ અને પ્રતિભાશાળી પ્લેયરોને આ સ્પર્ધામાં રમવાનો મોકો મળે અને વ્યાવાસિયક અભિગમની મદદથી ઉત્તમ ખેલાડીઓનો સમાવેશ ધરાવતી કપોળની ટીમ બને એવો આ ક્રિકેટ-કૅમ્પ રાખવા પાછળનો હેતુ છે.

વધુ વિગતો માટે શરદ સંઘવી (૯૮૨૦૦ ૨૦૬૧૦ / ૯૩૨૦૦ ૨૦૬૧૦), પ્રકાશ મહેતા (૯૮૨૦૪ ૩૭૧૩૦ / ૯૩૨૦૪ ૩૭૧૩૦) અથવા ભાવેશ કોઠારી (૯૮૨૧૬ ૫૦૯૨૮ / ૯૩૨૧૬ ૫૦૯૨૮)નો સંપર્ક કરવો.

મિડ-ડે કપ માટે વીસા સોરઠિયા વણિક ટીમનું સિલેક્શન

૧૫ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી સુધી પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડમાંં યોજાનારી ૩૨ જ્ઞાતિઓ વચ્ચેની મિડ-ડે કપ TEN10 સ્પર્ધાની છઠ્ઠી સીઝન માટે વીસા સોરઠિયા વણિકની ટીમ ભાગ લેવાની છે. આ ટીમ વતી રમવા ઇચ્છતા જ્ઞાતિના ખેલાડીઓએ ભરત શાહ (૯૮૨૦૨ ૨૯૬૫૧) અથવા યોગેશ શાહ (૯૩૨૨૨ ૪૧૮૬૭)નો ૩૦ નવેમ્બર સુધીમાં સંપર્ક કરવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK