Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Pro Kabaddi League આજે ગુજરાત ઘરઆંગણે તેલુગુ ટીમ સામે ગર્જના કરશે

Pro Kabaddi League આજે ગુજરાત ઘરઆંગણે તેલુગુ ટીમ સામે ગર્જના કરશે

12 October, 2019 01:28 PM IST | Ahmedabad

Pro Kabaddi League આજે ગુજરાત ઘરઆંગણે તેલુગુ ટીમ સામે ગર્જના કરશે

Pro Kabaddi League આજે ગુજરાત ઘરઆંગણે તેલુગુ ટીમ સામે ગર્જના કરશે


Ahmedabad : Pro Kabaddi League 2019 ની સાતમી સિઝનમાં આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ તેલુગૂ ટાઇટંસ સામે ટકરાશે. ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ અને તેલુગૂ ટાઇટંસ વચ્ચે આ મેચ અમદાવાદના એકા એરિના બાય ટ્રાંસસ્ટેડિયામાં રવિવારે ભારતીય સમય અનુસાર 8:30 વાગે રમાશે.

ઉલ્લેખનીય છે કે એવું પહેલીવાર બન્યું છે કે ગુજરાતની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી જ મેચ હારી છે. હજુ સુધી આવું બન્યું નથી. ત્યારે ચાલુ સીઝનની વાત કરીએ તો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી ત્રણ મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરતાં 16 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે અને ટીમ છઠ્ઠા નંબર પર છે. તો બીજી તરફ તેલુગૂ ટાઇટંસને 6 મેચોમાં એક પણ જીત પ્રાપ્ત થઇ નથી અને ટીમ પાંચ હાર તથા એક ડ્રો સાથે પોઇન્ટ લિસ્ટમાં સૌથી નીચે છે.

બંને ટીમોના આ ખેલાડીઓ પર રહેશે નજર
ગુજરાતના રેડર રોહિત ગુલિયા અને સચિન તંવર પર નજર રહેશે, જ્યારે ડિફેન્સમાં પરવેશ ભૈંસવાલ પાસે શાનદાર પ્રદર્શનની આશા રહેશે. તો બીજી તરફ ટાઇટંસના દેસાઇ બ્રધર્સ પર નજર રહેશે, જેમણે આત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ જુઓ : Photos: પ્રો કબડ્ડી લીગ માટે આકરી મહેનત કરી રહી છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમ

બંને ટીમો આ પ્રકારે છે
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સની ટીમ

રેડર: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, સોનૂ, મોરે બી, સચિન તંવર, લલિત ચૌધરી.
ડિફેંડર: સોનૂ ગહલાવત, અંકિત, પ્રવેશ ભૈંસવાલ, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર, અમિત ખરબ.
ઓલરાઉન્ડર: રોહિત ગૂલિયા, પંકજ, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર.

તેલુગૂ ટાઇટંસની ટીમ:
રેડર: અંકિત બેનીવાલ, અમિત કુમાર, કમલ સિંહ, સિદ્ધાર્થ દેસાઇ, મુલા શિવા ગણેશ રેડ્ડી, રજનીશ, રાકેશ ગાવડા, સૂરજ દેસાઇ.
ડિફેંડર: આકાશ ચૌધરી, આકાશ દત્તૂ, મનીષ, સી અરૂણ, અબોઝાર મોહાજરમેઘાની, વિશાલ ભારદ્વાજ
ઓલરાઉન્ડર: અરમાન, ફરહદ રહીમી, ડેવિટ્ટ જેનિંગ્સ.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 01:28 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK