ટીમ ઇન્ડિયા કરશે ક્લીન સ્વીપ : ગાંગુલી

Published: 13th November, 2011 12:11 IST

ભૂતપૂર્વ કૅપ્ટન કહે છે કે આવતી કાલની મૅચમાં ધોનીના ધુંરધરો જીતશે અને મુંબઈની મૅચ પણ જીતીને કૅરિબિયનોનો વાઇટવૉશ કરી નાખશેકલકત્તા: આવતી કાલથી વેસ્ટ ઇન્ડીઝ સામે (નીઓ ક્રિકેટ પર સવારે ૯.૦૦ વાગ્યે) કલકત્તાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડન્સમાં બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ટીમ ઇન્ડિયા દિલ્હીની પહેલી ટેસ્ટમાં વિજય મેળવીને ત્રણ ટેસ્ટમૅચની સિરીઝમાં ૧-૦થી લીડ ધરાવે છે. ઘરઆંગણે રમાનારી ટેસ્ટ વિશે ભૂતપૂર્વ અને સૌથી સફળ કૅપ્ટન સૌરવ ગાંગુલી વિશ્વાસપૂર્વક કહે છે કે ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ પણ જીતીને સિરીઝ પર કબજો મેળવી લેશે અને સાથે-સાથે ૨૨ નવેમ્બરથી મુંબઈમાં રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પણ જીતીને વેસ્ટ ઇન્ડીઝનો વાઇટવૉશ કરશે.

ગાંગુલી કહે છે કે મેં વિકેટ કેવી છે એ જોઈ નથી પણ આશા રાખું છું કે પરિણામ ભારતની જ ફેવરમાં આવશે અને સિરીઝમાં ૩-૦થી વિજય થશે.

૧૦૦મી સેન્ચુરી ટૂંક સમયમાં સચિન તેન્ડુલકરની મહાસદી વિશે ગાંગુલી કહે છે કે સચિને ૧૫,૦૦૦ રનની સિદ્ધિ મેળવી લીધી અને હવે ૧૦૦મી સેન્ચુરી પણ ટૂંક સમયમાં જ જોવા મળશે.

અશ્વિન-ભજીની સરખામણી અયોગ્યપહેલી જ ટેસ્ટમાં જોરદાર પફોર્ર્મ કરીને મૅન ઑફ ધ મૅચ બનનાર રવિચન્દ્રન અશ્વિન વિશે ગાંગુલી કહે છે કે તેના વિશે કંઈ કહેવું અત્યારે ખૂબ જ વહેલું ગણાશે અને તેની હરભજન સિંહ સાથે સરખામણી પણ અયોગ્ય છે. અશ્વિનને ઓછામાં ઓછાં બે વર્ષ સુધી રમતો જોયા પછી જ કંઈ કમેન્ટ કરી શકાય. બીજું, ભજીએ ટેસ્ટમાં ૪૦૦ જેટલી વિકેટો લીધી છે એ પણ ન ભૂલવું જોઈએ.

હીરવાણીએ પણ કમાલ કરી હતી અશ્વિને પહેલી ટેસ્ટમાં કમાલ કરી છે પણ ગાંગુલી કહે છે કે અશ્વિન સારો બોલર છે, પણ એ ન ભૂલવું જોઈએ કે નરેન્દ્ર હીરવાણીએ પહેલી ટેસ્ટમાં ૧૬ વિકેટ લઈને કમાલની શરૂઆત કરી હતી.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK