ગાઇલ્સ શીલ્ડમાં એક જ દિવસે એક જ ટીમના બે બૅટ્સમેનોની ડબલ સેન્ચુરી

Published: 21st December, 2011 09:18 IST

ચર્ચગેટના ક્રૉસ મેદાન પર ગઈ કાલે અન્ડર-૧૪ ગાઇલ્સ શીલ્ડ એલીટ ડિવિઝનની બીજી રાઉન્ડની મૅચના પ્રથમ દિવસે ગયા વખતની વિજેતા સ્કૂલ બાંદરાની રિઝવી સ્પ્રિન્ગફીલ્ડના બે બૅટ્સમેનોએ દાદરની બાલમોહન વિદ્યામંદિર (મરાઠી) સ્કૂલ સામે ડબલ સેન્ચુરી ફટકારી પોતાની ટીમને બે વિકેટે ૫૫૧ રનનું તોતિંગ ટોટલ અપાવ્યું હતું.

 

 

(સુંદરી અય્યર)

મુંબઈ, તા. ૨૧

સત્યલક્ષ જૈન નામનો પ્લેયર ૨૫૨ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે સૈયદ અબ્રેલ જિલાની ૨૩૩ રને નૉટઆઉટ હતો. બન્નેએ આ સિદ્ધિનો યશ તેમના કોચ રાજુ પાઠકને આપ્યો હતો.

સત્યલક્ષે હજી ગયા જ વર્ષે ક્રિકેટમાં કરીઅર બનાવવાના હેતુથી મીરા રોડની સેન્ટ ઍન્ડ%ઝ સ્કૂલમાંથી રિઝવી સ્પ્રિન્ગફીલ્ડમાં ઍડમિશન લીધું હતું. તેણે ૨૫૨ રન ૧૬૯ બૉલમાં ૩ સિક્સર અને ૩૦ ફોરની મદદથી બનાવ્યા હતા. એક ટુરિસ્ટ કંપનીના ડ્રાઇવરના પુત્ર સૈયદ અબ્રેલે ૨૩૩ રન ૨૦ ફોર સાથે બનાવ્યા હતા. તેણે આજે ટ્રિપલ સેન્ચુરી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

કાંદિવલીના સ્વિંગ બોલર ભવ્ય ઠક્કરની પાંચ વિકેટ

ગાઇલ્સ શીલ્ડમાં ગઈ કાલે કાંદિવલીની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હાલાઈ લોહાણા પરિવારના ભવ્ય ઠક્કરે કાંદિવલીની જ આઇઇએસ મૉડર્ન ઇંગ્લિશ સ્કૂલ સામેની મૅચમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ (૨૮-૫-૪૨-૫) કર્યું હતું. મિડિયમ પેસ અને સ્વિંગ બોલર ભવ્યની પાંચ વિકેટને કારણે હરીફ ટીમ ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૭૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK