આવતી કાલે મૅન્ચેસ્ટરમાં બૉક્સર ફ્લિન્ટૉફની પહેલી જ ફાઇટ
તેણે જુલાઈથી મુક્કાબાજીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને આવતી કાલે આ જ શહેરમાં પ્રોફેશનલ બૉક્સિંગમાં તેની પ્રથમ મૅચ છે. હેવીવેઇટ બૉક્સિંગમાં તેનો આ મુકાબલો અમેરિકાના રિચર્ડ ડૉસન સામે છે. ડૉસન ૨૩ વર્ષનો છે અને હજી સુધી હાર્યો નથી. ફ્લિન્ટૉફ-ડૉસન વચ્ચે દરેક મિનિટવાળો એવા ચાર રાઉન્ડ થશે.