Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સનસનાટી માટે મારું નામ ન ઘસડો: ફરોખ એન્જિનિયર પર વીફરી અનુષ્કા

સનસનાટી માટે મારું નામ ન ઘસડો: ફરોખ એન્જિનિયર પર વીફરી અનુષ્કા

01 November, 2019 08:05 AM IST | નવી દિલ્હી

સનસનાટી માટે મારું નામ ન ઘસડો: ફરોખ એન્જિનિયર પર વીફરી અનુષ્કા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ફરોખ એન્જિનિયરે તાજેતરમાં એમ.એસ.કે. પ્રસાદના નેતૃત્વમાં કામ કરતી સિલેક્શન કમિટી પર તીખા પ્રહાર કર્યા હતા અને તેને મિકી માઉસ સિલેક્શન કમિટી કહી હતી. આ ઉપરાંત વર્લ્ડ કપ દરમ્યાન સિલેક્શન કમિટી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પિવડાવવામાં વ્યસ્ત હતી એવું નિવેદન આપ્યું હતું જેના બાદ મિસિસ કોહલીએ પોતાની ચુપ્પી તોડી વળતો પ્રહાર કર્યો હતો.

ભારતીય ટીમ માટે ૪૬ ટેસ્ટ અને પાંચ વન-ડે રમી ચૂકેલા ફરોખે સિલેક્શન કમિટીની લાયકાત પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે ‘આ સિલેક્ટર્સ કેવી રીતે ક્વૉલિફાય થયા છે? શું તેમણે દસ કે બાર ટેસ્ટ મૅચ રમી છે? વર્લ્ડ કપ સમયે એક સિલેક્ટરને તો હું ઓળખતો પણ ન હતો. ખરું કહું તો આપણને મિકી માઉસ સિલેક્શન કમિટી મળી છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ લાવીને આપવામાં વ્યસ્ત હતા.’



આ સમગ્ર વિવાદમાં પોતાનું નામ આવતાં અનુષ્કા ભડકી ઊઠી હતી અને ફરોખ પર વળતો પ્રહાર કરતાં તેણે કહ્યું હતું કે ‘હું આજે બોલવા માગું છું, કારણ કે કોઈના મૌનને તેની કમજોરી તરીકે ન આંકવું જોઈએ. હવે બીજી વખત મારું નામ લઈને મારા કે મારા પતિ કે બોર્ડ વિશે કંઈ કહેવું હોય તો એ તથ્યોના આધારે કહેજો અને મને એનાથી દૂર જ રાખજો. મેં મારું કરીઅર મહેનતથી બનાવ્યું છે અને હું એના વિશે કોઈ પણ ભોગે સમાધાન કરવાની નથી. આ કોઈ માટે કદાચ માનવું અઘરું હશે, પરંતુ હું સ્વતંત્ર અને પોતાની મહેનતથી આગળ આવેલી મહિલા છું જે માત્ર એક ક્રિકેટરની પત્ની છે અને હા, તમારા રેકૉર્ડ માટે કહી દઉં કે હું કોફી પીઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 08:05 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK