2019 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડ બન્ને વિનર હોવા જોઈતા હતા : ગૌતમ ગંભીર

Published: 14th May, 2020 11:56 IST | Agencies | New Delhi

૨૦૧૯ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ વિજેતા બન્યું હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડના શાનદાર પર્ફોર્મન્સથી સૌ પ્રભાવિત થયા હતા.

ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર

૨૦૧૯ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ વિજેતા બન્યું હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડના શાનદાર પર્ફોર્મન્સથી સૌ પ્રભાવિત થયા હતા. બાઉન્ડરી કાઉન્ટના નિયમને ધ્યાનમાં રાખીને ઇંગ્લૅન્ડ જીત્યું હતું અને એથી જ આ નિયમની ભરપૂર ટીકા કરવામાં આવી હતી. ઘણા ક્રિકેટર્સે આ નિયમનો વિરોધ કર્યો હતો અને એમાં ગૌતમ ગંભીરનો પણ સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીરનું કહેવું છે કે ‘મારા ખ્યાલથી પાછલા વર્લ્ડ કપમાં જૉઇન્ટ વર્લ્ડ કપ વિનર જાહેર કરવા જોઈતા હતા. ઇંગ્લૅન્ડને વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ મળ્યું એ સારી વાત છે, પણ સાથે-સાથે ન્યુ ઝીલૅન્ડ એ તક ચૂકી ગઈ એ વાતનો પણ અફસોસ છે. જો તમે ન્યુ ઝીલૅન્ડનો ઓવરઑલ રેકૉર્ડ જોશો તો તેઓ સતત સારું રમતા આવ્યા છે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પણ તેઓ રનર અપ રહ્યા હતા. મારા ખ્યાલથી તેઓ દરેક કન્ડિશનમાં સારું રમતા આવ્યા છે, પણ તેમને જોઈએ એટલું ક્રેડિટ આપવામાં નથી આવ્યું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK