ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેનનું કહેવું છે કે છેલ્લી ટેસ્ટ મૅચ જોફ્રા આર્ચર કઈ રીતે રમશે એ જોવા જેવું છે. બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટના ઉલ્લંઘનને લીધે જોફ્રાને બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેના બાદ તેને લેખિત ચેતવણી પણ આપવામાં આવી હતી. હુસેને કહ્યું કે ‘મોટી તકલીફની વાત એ છે કે તે પાંચ દિવસ માટે આઇસોલેટ થયો હતો. તેને જે લેખિત ચેતવણી આપવામાં આવી છે એ તેણે વાંચી હશે અને હું માનું છું ત્યાં સુધી ઈસીબી તેની જવાબદારી સમજે છે અને જોફ્રાને સંભાળશે પણ. કોઈ જોફ્રાના ખભે હાથ મૂકી તેને સથવારો આપે એ વાત ઘણી સારી છે. જો રૂટ અને બેન સ્ટોક્સે સારું કામ કર્યું છે. ખરું કહું તો મને એ નથી સમજાતું કે છેલ્લી ટેસ્ટમાં જ્યારે ટીમને તેની જરૂરત છે ત્યારે તે શુક્રવારે કેવી રીતે રમી શકશે. હા, જો તે સામેથી આવીને કહે કે હું ફિટ છું તો વાત અલગ છે.’
શ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ, ઇંગ્લૅન્ડે ૧ વિકેટે ૧૨૭ રન બનાવ્યા
15th January, 2021 10:27 ISTજલદીથી હું ધમાકેદાર કમબૅક કરીશ: ઑસ્ટ્રેલિયામાં સર્જરી કરાવ્યા બાદ જાડેજાનું ટ્વીટ
13th January, 2021 09:09 ISTઇંગ્લૅન્ડથી હવામાં ઊડેલા સમોસા છેક ફ્રાન્સમાં જઈ પડ્યા
13th January, 2021 05:31 ISTશતાવરી હવામાં ઉછાળીને ભવિષ્ય ભાખે છે આ બહેન
3rd January, 2021 09:20 IST