Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીનો 'દારૂ બદનામ' પર જબરજસ્ત ડાન્સ

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીનો 'દારૂ બદનામ' પર જબરજસ્ત ડાન્સ

18 August, 2020 11:55 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીનો 'દારૂ બદનામ' પર જબરજસ્ત ડાન્સ

ધનશ્રી વર્મા

ધનશ્રી વર્મા


ભારતીય સ્પિન બૉલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)એ તાજેતરમાં જ પોતાની સગાઇની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બધાંને ચોંકાવી દીધા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે જાણીતી યુટ્યૂબર અને ડાન્સર(Dancer) ધનશ્રી વર્મા (Dhanashree Verma)જે ડૉક્ટર છે પણ તેણે પોતાની ડાન્સર તરીકે એક આગવી ઓળખ બનાવી છે. ધનશ્રી વર્માના ડાન્સ વીડિયો (Dance Video)મોટા ભાગે સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ(Viral) થતા હોય છે. તાજેતરમાં જ ધનશ્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ધનશ્રી 'દારૂ બદનામ (Daaru Badnaam song)' પર જબરજસ્ત અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુઝવેન્દ્રની મંગેતર ધનશ્રી પોતાના બહેતરીન ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દીલ પર રાજ કરી રહી છે. આ વીડિયોમાં ધનશ્રીની આ સ્ટાઇલ ખૂબ જ ચર્ચામાં છે. વીડિયોમાં તેણે વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શૉર્ટ્સ પહેર્યા છે, ધનશ્રીના લાંબા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે.




વીડિયો શૅર કરતા ધનશ્રીએ કૅપ્શન લખ્યું છે કે, "આ મારું પર્સનલ ફેવરિટ છે. આ થ્રૉબૅક શૅર કરવા માટે ઘણી રાહ જોઇ." ધનશ્રીના આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ્ર કરી રહ્યા છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જણાવવાનું કે ભારતીય સ્પિન બૉલર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં ધનશ્રી સાથેની સગાઇની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. જેના પછી સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ જ ખુશ જોવા મળ્યા.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2020 11:55 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK