Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રેસ્ટરૂમમાં મને કાલુ કહીને બોલાવનાર પાસે હું જવાબ માગી રહ્યો છું: સૅમી

રેસ્ટરૂમમાં મને કાલુ કહીને બોલાવનાર પાસે હું જવાબ માગી રહ્યો છું: સૅમી

10 June, 2020 12:23 PM IST | Barbados
Agencies

રેસ્ટરૂમમાં મને કાલુ કહીને બોલાવનાર પાસે હું જવાબ માગી રહ્યો છું: સૅમી

ડૅરેન સૅમી

ડૅરેન સૅમી


ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડીઝ કૅપ્ટન ડૅરેન સૅમીએ થોડા દિવસ પહેલાં આઇપીએલ દરમ્યાન પોતાને અને થિસારા પરેરાને જે ‘કાલુ’ કહીને બોલાવવામાં આવતા હતા એનો ખરો અર્થ શું થાય છે એની ખબર પડી ગઈ હોવાની વાત કરી હતી. તેણે કહ્યું છે કે ૨૦૧૩-’૧૪માં ટીમના ડ્રેસિંગરૂમમાં પણ મને કાલુ કહીને બોલાવવામાં આવતો હતો. આ વિશે ડૅરેન સૅમીએ કહ્યું કે ‘જ્ઞાન તમારી તાકાત છે. હાલમાં જ મને ખબર પડી છે કે જે શબ્દનો ઉપયોગ કરીને મને બોલાવવામાં આવતો હતો તએનો ખરો અર્થ શું થાય છે. જોકે હવે મને એના પર જવાબ જોઈએ છે. હું લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરું એ પહેલાં મને જણાવો કે શું મને પ્રેમથી એ શબ્દનો ઉપયોગ કરીને બોલાવવામાં આવતો હતો કે એ શબ્દનો બીજો કોઈ અર્થ પણ થાય છે. હું આખા વિશ્વમાં રમ્યો છું અને મેં ઘણા લોકોનો પ્રેમ મેળવ્યો છે. મેં બધા ડ્રેસિંગરૂમ સ્વીકાર્યા છે એથી હું એની સંસ્કૃતિના કેટલાક લોકો કાળા લોકોનું વર્ણન કેવી રીતે કરે છે એ વિશે હસન મિહાજને સાંભળતો હતો. દરેક લોકોને આ વાત લાગુ નથી પડતી, પણ અચાનક મને યાદ આવ્યું કે એ શબ્દ દ્વારા મને ૨૦૧૩-’૧૪માં આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ડ્રેસિંગરૂમમાં બોલાવવામાં આવતો હતો. હવે હું એ લોકોને મેસેજ કરી રહ્યો છું જે લોકો મને એ શબ્દ વડે બોલાવતા હતા. મને લાગતું હતું કે એ શબ્દનો અર્થ ‘મજબૂત’ થાય છે. પહેલાં એ શબ્દો બોલીને લોકો હસતા હતા એટલે હું પણ હસતો હતો, કારણ કે મને એનો અર્થની નહોતી ખબર. હવે મને ખબર પડી છે કે એનો અર્થ શું થાય છે. માટે હું ઇચ્છું છું કે આ મુદ્દા પર ચર્ચા થાય અને આ શબ્દો પાછળનો જો તમારો ભાવ નકારાત્મક હશે તો મને ઘણું દુઃખ થશે.’

ટેસ્ટ સિરીઝ રમવા ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ વેસ્ટ ઇન્ડીઝની ટીમ



જુલાઈમાં રમાનારી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે. ત્રણ ટેસ્ટ મૅચની આ સિરીઝ ૮ જુલાઈથી શરૂ થશે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના જણાવ્યા પ્રમાણે ટીમ અને સ્ટાફ સોમવારે સાંજે ઇંગ્લૅન્ડ જવા માટે રવાના થયાં હતાં અને બે ચાર્ટર્ડ પ્લેનમાં તેઓ સુરક્ષિત પહોંચી ગયા છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પ્લેયરોને મોકલવાની બધી વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે અને કોઈ પણ પ્લેયર કોરોના-પૉઝિટિવ નથી.


વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરો અને સ્ટાફ મૅન્ચેસ્ટર પહોંચ્યા હતા, જ્યાં દરેકની ફરીથી કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી. બન્ને ટીમ બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટમાં ટેસ્ટ સિરીઝ રમશે, જેના પગલે રિઝર્વ પ્લેયર બાકી રમનારા પ્લેયર માટે ટ્રેન દ્વારા ટ્રાવેલ કરીને તેમને જરૂરી કામકાજ માટે મદદ કરશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ જેસન હોલ્ડરના નેતૃત્વમાં આ સિરીઝ રમશે. કોરોના મહાબીમારી વચ્ચે રમાનારી આ પહેલી પ્રોફેશનલ ક્રિકેટ મૅચ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 12:23 PM IST | Barbados | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK