Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈરફાન પઠાણે ભાઈ યુસુફને પુછયું 'મુસલમાન છે કે પઠાણ', મળ્યો આ જવાબ

ઈરફાન પઠાણે ભાઈ યુસુફને પુછયું 'મુસલમાન છે કે પઠાણ', મળ્યો આ જવાબ

03 June, 2020 03:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈરફાન પઠાણે ભાઈ યુસુફને પુછયું 'મુસલમાન છે કે પઠાણ', મળ્યો આ જવાબ

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ


ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે અને તાજેતરમાં જ તેમનો એક ટિકટૉક વીડિયો બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં ઈરફાનની સાથે ભાઈ યુસુફ પઠાણ પણ છે. ઈરફાને પોસ્ટ કરેલા ટિકટૉક વીડિયોમાં તે યુસુફને પુછી રહ્યો છે કે 'મુસલમાન છે કે પઠાણ' તો તેને યુસુફ બહુ જબરજસ્ત જવાબ આપે છે. જે જોઈને ચોક્કસ ખડખડાટ હસી પડાય.

વીડિયોમાં ઈરફાન પઠાન અને યુસુફ પઠાણ બન્ને બેઠેલા છે. ત્યારે ઈરફાન ભાઈ યુસુફને એક સવાલ પુછે અને ક્રિકેટર કન્ફયુઝ થઈ જાય છે. ઈરફાન પુછે છે કે, 'મુસલમાન છે કે પઠાન?' તો યુસુફ કહે છે, 'પઠાણ છું'. તો ઈરફાન કહે છે 'એનો અર્થ મુસલમાન નથી'. પાછો યુસુફ કહે છે 'મુસલમાન છું'. એટલે ઈરફાન કહે છે કે 'એક જવાબ આપ' અને યુસુફ કન્ફયુઝ થઈ જાય છે.



@irfanpathan_official

Pathannnnnnn.... ? @yusuf_pathan128 ##comedy ##fun ##with ##bhai ##lala ##brother

♬ original sound - innocent_sonu

ઈરફાનના આ વીડિયોને 260.5k લાઈક્સ મળ્યાં છે અને સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. અત્યારે લૉકડાઉનને લીધે ક્રિકેટરો ઘરમાં જ લૉક હોવાથી સોશ્યલ મીડિયા પર સતત કંઈકને કંઈક અવનવું પોસ્ટ કરતા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2020 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK