Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કે.એલ. રાહુલ વર્લ્ડ કપના બૅટનું ઑક્શન શું કામ કરશે?

કે.એલ. રાહુલ વર્લ્ડ કપના બૅટનું ઑક્શન શું કામ કરશે?

21 April, 2020 07:29 AM IST | Mumbai
Agencies

કે.એલ. રાહુલ વર્લ્ડ કપના બૅટનું ઑક્શન શું કામ કરશે?

કે.એલ. રાહુલ

કે.એલ. રાહુલ


કે. એલ. રાહુલે તેની બ્રૅન્ડ ‘ગલી’ સાથે મળીને ક્રિકેટની કેટલીક યાદગાર વસ્તુઓની લિલામી કરવાનું નક્કી કર્યું છે. આ વસ્તુઓમાં તેની ૨૦૧૯ના વર્લ્ડ કપની બૅટનો પણ સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની લિલામીમાંથી મળેલા પૈસાને તે ‘અવેર ફાઉન્ડેશન’માં ડોનેટ કરશે. આ વિશે રાહુલે કહ્યું હતું કે ‘આ મારા માટે સ્પેશ્યલ દિવસ હોવાથી હું અને ‘ગલી’એ મળીને નક્કી કર્યું છે કે અમે કઈક સ્પેશ્યલ કરીએ. મેં નક્કી કર્યું છે કે હું મારા પેડ્સ, ગ્લવ્ઝ, હેલ્મેટ્સ અને મારી કેટલીક જર્સીને અમારા કોલૅબરેશન પાર્ટનર ભારત આર્મીને ડોનેટ કરીશ. તેઓ આ તમામ વસ્તુની લિલામી કરશે અને એ પૈસા સીધા ‘અવેર ફાઉન્ડેશન’માં જશે. આ ફાઉન્ડેશન બાળકોને મદદ કરે છે. આ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે.’

ભૂતકાળમાં પણ રાહુલે ઘણું ડોનેશન કર્યું છે. તેણે અગાઉ કેટલાક ઍનિમલ વેલ્ફેર ઑર્ગેનાઇઝેશન્સમાં દાન કર્યું હતું. ગયા વર્ષે તેણે કૅન્સરથી પીડાતા એક બાળકની સારવાર માટે પૈસા આપ્યા હતા અને તે બાળક હવે સંપૂર્ણ રીતે રિકવર થઈ ચૂક્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 07:29 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK