Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-સાઇડેડ મૅચમાં સિડની સિક્સર્સ જીતી ગયું : પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે

વન-સાઇડેડ મૅચમાં સિડની સિક્સર્સ જીતી ગયું : પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે

17 October, 2012 05:02 AM IST |

વન-સાઇડેડ મૅચમાં સિડની સિક્સર્સ જીતી ગયું : પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે

વન-સાઇડેડ મૅચમાં સિડની સિક્સર્સ જીતી ગયું : પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે







કેપ ટાઉન: ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલની ગ્રુપ ‘બી’ની પ્રથમ મૅચમાં સિડની સિક્સર્સે સતત બીજી મૅચ જીતી લીધી હતી. મૅન ઑફ ધ મૅચ બ્રૅડ હૅડિન (બે કૅચ તેમ જ ૪૧ રન, ૨૧ બૉલ, ૮ ફોર)ની કૅપ્ટન્સીવાળી આ ટીમે વન-સાઇડેડ બનેલી મૅચમાં યૉર્કશરને ૬૭ બૉલ બાકી રાખીને ૮ વિકેટે હાર આપી હતી.


યૉર્કશરે ૯ વિકેટે માત્ર ૬૯ રન બનાવ્યા હતા. સિડની સિક્સર્સના મિચલ સ્ટાર્કે ત્રણ તેમ જ પૅટ ક્યુમિન્સ તથા શેન વૉટ્સને બે-બે વિકેટ લીધી હતી. સિડની સિક્સર્સે ૮.૫ ઓવરમાં માત્ર વૉટ્સન (૧૧ રન, ૬ બૉલ, એક સિક્સર, એક ફોર) અને હૅડિનની વિકેટના ભોગે ૯૮ રન બનાવી લીધા હતા. માઇકલ લમ્બ (૪૩ નૉટઆઉટ, ૨૪ બૉલ, આઠ ફોર)ના ઇન્ડિવિજ્યુઅલ રન આખી મૅચમાં હાઇએસ્ટ હતા.


આ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં સિડની સિક્સર્સના સૌથી વધુ ૮ પૉઇન્ટ હતા અને ૩.૧૪૦નો સૌથી સારો રનરેટ હતો.
Whatsapp-channel Whatsapp-channel

17 October, 2012 05:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK