Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બટ અને આસિફને જેલમાં પણ ક્રિકેટનો જલસો

બટ અને આસિફને જેલમાં પણ ક્રિકેટનો જલસો

06 November, 2011 09:59 PM IST |

બટ અને આસિફને જેલમાં પણ ક્રિકેટનો જલસો

બટ અને આસિફને જેલમાં પણ ક્રિકેટનો જલસો


 

આમાં સૌથી નવાઈની વાત એ છે કે વૅન્ડ્સવર્થ જેલમાં કેદીઓને તેમની મનપસંદ રમત રમવાની તક આપવામાં આવતી હોવાથી બટ અને આસિફને જેલના એક જિમ્નેશ્યમમાં સૉફ્ટ બૉલથી ક્રિકેટ રમવાની છૂટ મળશે.

બટને બે વર્ષ અને છ મહિનાની, આસિફને એક વર્ષની અને આમિરને છ મહિનાની સજા કરવામાં આવી છે.

બટ અને આસિફની સાથે સ્પૉટ-ફિક્સિંગના કૌભાંડમાં સંડોવનાર ફિક્સર મઝહર માજિદ પણ છે અને તેને બે વર્ષ તથા આઠ મહિનાની સજા થઈ છે.

સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડની સુનાવણી દરમ્યાન સલમાન બટે પોતે જ સ્પૉટ-ફિક્સિંગ કરવાની ઑફર કરી હોવાની કબૂલાત માજિદે કરી હોવાથી જેલમાં બન્ને પ્લેયરો માજિદ સાથે ખાસ કોઈ સંબંધ રાખતા હશે કે કેમ એમાં શંકા છે.

બટ અને આસિફને ક્રિકેટ રમવા માટે સૉફ્ટ બૉલ ઉપરાંત ત્રણ નાના સ્ટમ્પ્સ મળશે અને તેઓ દરરોજ થોડા કલાક માટે બીજા કેદીઓ સાથે ક્રિકેટની મોજ માણી શકશે.

આ આખી જેલમાં કુલ ૧૬૦૦ જેટલા કેદીઓ રાખવામાં આવ્યા છે.

આ જેલના કેદીઓને ઇન્ટરનેટ પર થોડા કલાકો સુધી સમય પસાર કરવા કમ્પ્યુટરો આપવામાં આવે છે તેમ જ મોજશોખની બીજી કેટલીક હળવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

બટ-આસિફ એક જ કોટડીમાં?

વૅન્ડ્સવર્થની જેલની દરેક કોટડીમાં બે કેદીઓને રાખવામાં આવે છે અને બટ તથા આસિફ એક જ કોટડીમાં રહેતા હોવાનું લંડનના પોલીસ વિભાગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

બટ-આસિફની જેલમાં ખૂનખાર કેદીઓ

૨૮ વર્ષના મોહમ્મદ આસિફને ૨૭ વર્ષના સલમાન બટ અને ૩૬ વર્ષના મઝહર માજિદ સાથે વૅન્ડ્સવર્થની ‘બી’ કૅટેગરીની જે જેલમાં રાખવામાં આવ્યા છે એમાં અનેક ખૂનખાર કેદીઓને રાખવામાં આવ્યા છે. આ જેલમાં મોટા ભાગે મુસ્લિમ કેદીઓ તેમ જ એશિયન દેશોના ગુનેગારો છે.

આસિફ થોડા દિવસમાં સારી જેલમાં?

મોહમ્મદ આસિફને થોડા દિવસમાં કેદીઓ માટે સારું કહી શકાય એવા વાતાવરણ અને વ્યવહારવાળી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે એવું આસિફના એક મિત્રએ ગઈ કાલે એક વેબસાઇટને ફોન પરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

આમિર સાથે વધુ સખત વ્યવહાર

મોહમ્મદ આમિર નવયુવાન ગુનેગારો માટેના યંગ અફેન્ડર્સ ઇન્સ્ટિટ્યુશન નામના જે સેન્ટરમાં છે ત્યાંના કેદીઓ પાસે ઘણું કામ કરાવવામાં આવે છે અને તેમની સાથે કડક હાથે કામ લેવામાં આવે છે.

દિલ્હી પોલીસ ક્રોન્યે કેસની ફાઇલ ફરી ખોલશે

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન હન્સી ક્રોન્યે, મોહમ્મદ અઝહરુદ્દીન તથા અજય જાડેજા સહિત કેટલાક પ્લેયરો તેમ જ લંડનના બુકી સંજીવ ચાવલાની સંડોવણી ધરાવતા મૅચ-ફિક્સિંગ કૌભાંડની ફાઇલ દિલ્હી પોલીસ દ્વારા ફરી ખોલવામાં આવશે. દિલ્હી પોલીસે આ ફાઇલો પાછી ખોલીને ૨૦૦૦ની સાલમાં પોતે બહાર પાડેલા ક્રોન્યેકૌભાંડની વધુ રહસ્યમય વાતો બહાર લાવવાનો નર્ધિાર કર્યો છે. પોલીસ દ્વારા આ નર્ણિય સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને સ્પૉટ-ફિક્સિંગ બદલ જેલની સજા થઈ એને પગલે લેવામાં આવ્યો છે.

સૌરવ ગાંગુલીએ શુક્રવારે જ એક ઇન્ટરવ્યુમાં ભારત સહિતના વિશ્વભરના ક્રિકેટ-સંચાલકોને અનુરોધ કર્યો હતો કે ફિક્સિંગના દૂષણને ડામવું હોય તો શંકાસ્પદ પ્લેયરો તથા ફિક્સરો પાસેથી હકીકતો બહાર લાવવા માટે લાઇ-ડિટેક્ટરની મદદ લેવી જોઈએ તેમ જ ફિક્સિંગને લગતા જૂના કેસોની ફાઇલ પાછી ખોલવી જોઈએ.

દિલ્હી પોલીસે ૨૦૦૯ની સાલમાં ક્રોન્યે અને બુકી ચાવલા વચ્ચેની વાતચીતના વૉઇસ-સૅમ્પલ્સ તપાસ માટે ફૉરેન્સિક લેબૉરેટરીને મોકલ્યા હતા, પરંતુ હજી સુધી એનો કોઈ રિપોર્ટ પોલીસને નથી મળ્યો. પોલીસ આવતા અઠવાડિયે આ કેસની ફાઇલ ફરી ખોલીને લેબૉરેટરીને રિપોર્ટ વહેલાસર મોકલી આપવા જણાવશે. ક્રોન્યે, અઝહરુદ્દીન અને અજય જાડેજા ઉપરાંત અજય શર્મા, મનોજ પ્રભાકર, નિકી બૉયે અને હર્શેલ ગિબ્સ પણ ફિક્સિંગકાંડમાં સામેલ હતા.

ફિક્સરો મઝહર-અઝહર મને પણ ફસાવવા માગતા હતા : આફ્રિદી

કરાચી: ભૂતપૂર્વ કૅપ્ટન અને નિવૃત્તિ પાછી લઈને શ્રીલંકા સામે શુક્રવારે દુબઈમાં શરૂ થતી વન-ડે સિરીઝથી પાછા રમવા આવી રહેલા શાહિદ આફ્રિદીએ ફિક્સિંગના માહોલ વચ્ચે પોતાના વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે લંડનમાં રહેતાપ્લેયરોના એજન્ટ મઝહર માજિદ અને તેના મોટા ભાઈ અઝહરે મારો પણ સંપર્ક કરવાની ઘણીવાર કોશિશ કરી હતી, પરંતુ તેઓ બેટિંગમાં સંડોવાયેલા હોવાની મને પાકી શંકા હતી એટલે હું તેમની સાથે વાત કરવાનું તેમ જ તેમને મળવાનું હંમેશાં ટાળતો હતો.

બટની બહેનનાં લગ્ન મુલતવી

લાહોર: સલમાન બટને સ્પૉટ-ફિક્સિંગના ગુના બદલ અઢી વર્ષની સજા થઈ એને પગલે તેની બહેનનાં લગ્ન બટ પરિવારે વેવાઈ પક્ષ સાથેની સંમતિથી અચોક્કસ મુદત માટે મુલતવી રાખી દીધાં છે. બટની બહેનનાં લગ્ન આ મહિને લાહોરમાં રાખવાનું નક્કી થયું હતું, પરંતુ બટ ફૅમિલી સલમાનની જેલની સજાને કારણે તીવ્ર આઘાતમાં ડૂબ્યો હોવાથી મૅરેજ મોકૂફ રાખી દીધા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2011 09:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK