ક્રિકેટ બોર્ડે નિમ્બસ સાથેનો કૉન્ટ્રૅક્ટ રદ કરી નાખ્યો: 2000 કરોડ રૂ.ની બૅન્ક-ગૅરન્ટી જપ્ત

Published: Dec 13, 2011, 09:17 IST

ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એક આકરો નિર્ણય લઈને ઘરઆંગણે ઇન્ટરનૅશનલ ક્રિકેટસિરીઝોના પ્રસારણના હકો ધરાવતી નિમ્બસ સ્પોર્ટ કંપની સાથેનો કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ એ પૂરો થવાના ત્રણ વર્ષ પહેલાં જ રદ કરી નાખ્યો હતો.

 

પેમેન્ટ આપવાની બાબતમાં નિમ્બસ કંપની વારંવાર ડિફોલ્ટર બની હોવાનું કારણ બોર્ડે આ નિર્ણય વિશે આપ્યું હતું. બોર્ડે નિમ્બસ પાસેથી મળેલી ૨૦૦૦ કરોડ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી પણ જપ્ત કરી લીધી હતી. નિમ્બસે કોઈ પણ સિરીઝ દરમ્યાન પૂરું પેમેન્ટ બોર્ડને નહોતું આપ્યું એવું જણાવીને બોર્ડે ગઈ કાલે કહ્યું હતું કે હવે પછીની હોમ-સિરીઝ માટે ઘણો સમય બાકી છે એટલે નવી બ્રૉડકાસ્ટર કંપની આસાનીથી શોધી શકાશે.

બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોકૂફ રહેલી બિનસત્તાવાર વર્લ્ડ સિરીઝ હૉકીની સહપ્રમોટર નિમ્બસ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન આ હૉકીટુર્નામેન્ટને પ્રમોટ કરવાના પ્રયત્નો થતા હતા. ક્રિકેટ-કૉમેન્ટેટરો સંજય માંજરેકર અને કૉર્ટની વૉલ્શને હૉકીપ્લેયરોને આવરી લેતા સવાલો પૂછવાની ફરજ પાડવામાં આવતી હતી જે બોર્ડને જરાય સ્વીકાર્ય નહોતું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK