Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2020: એક જ ટીમમાં રમશે વિરાટ, ધોની અને રોહિત, આ છે BCCIનો પ્લાન

IPL 2020: એક જ ટીમમાં રમશે વિરાટ, ધોની અને રોહિત, આ છે BCCIનો પ્લાન

29 January, 2020 10:24 AM IST | Mumbai

IPL 2020: એક જ ટીમમાં રમશે વિરાટ, ધોની અને રોહિત, આ છે BCCIનો પ્લાન

ધોની

ધોની


ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI) અને ઈન્ડિય પ્રીમિયર લીગ (IPL) કમિટી ભારતીય ટીમના હાલના કૅપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધાનીને એક જ ટીમમાં રમતા દેખાશા. આ મુકાબલો આઈપીએલથી ત્રણ દિવસ પહેલા રમાઈ શકે છે., જેની તૈયારી બીસીસીઆઈએ કરી દીધી છ. આઈપીએલ 2020ની પહેલી મેચ 29 માર્ચે રમાઈ શકે છે.

IPL-trophy



ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ગવર્નિંગ કાઉન્સિલે દિલ્હીમાં સોમવારની બેઠકમાં આ વાત પર પણ વિચાર કર્યો છે કે 8 ટીમના ખેલાડીઓ એક સાથે એક મેચમાં રમે. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે ટૂર્નામેન્ટથી પહેલા એક ચેરિટી મેચ આયોજિત થઈ શકે છે. આઈપીએલ ચેરિટી મેચ આઈપીએલના ઉદ્ધાટન મેચથી 3 દિવસ પહેલા એટલે 26 માર્ચે રમાઈ શકે છે, જેમાં તમામ દિગ્ગજ એકસાથે નજર આવી શકે છે.


આ છે બીસીસીઆઈનો પ્લાન

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ બે ટીમ બનાવવા જઈ રહી છે, જેમાં એક ટીમ નોર્થ અને ઈસ્ટ ભારતની રહેશે, જ્યારે બીજી ટીમ સાઉથ અને વેસ્ટ ભારત સાથે થઈ શકે છે. એવામાં એક ટીમામાં દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રૉયલ્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સની ટીમના ખેલાડીએ રહેશે, જ્યારે બીજી ટીમમાં ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી રહેશે.


ડિવિલિયર્સ, ધોની, વિરાટ અને રોહિત રહેશે એક ટીમમાં

જો સાઉથ અને વસ્ટ ઝોનના ટીમના હિસાબથી જોઈએ તો આ ઑલ સ્ટાર મેચમાં વિરાટ કોહલી, એમએસ ધોની, રોહિત શર્મા, એબી ડિવિલિયર્સ, જસપ્રીત બુમરાહ, શેન વૉટસન, હરભજન સિંહ અને લસિથ મલિંગા જેવા ધાકડ ખેલાડી એક ટીમમાં જોવા મળશે. જ્યાં નોર્થ અને ઈસ્ટ ફ્રેન્ચાઈઝીના હિસાબથી આન્દ્રે રસેલ, રિષભ પંત, બેન સ્ટોક્સ, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, ઈયોન મોર્ગન અને જોફ્રા આર્ચર જેવા ખેલાડી બીજી ટીમમાં રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 10:24 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK