દિલ્હીની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીનો ચૅરપર્સન બન્યો અતુલ વાસન

Published: 5th December, 2020 15:22 IST | Agencies | New Delhi

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસનની દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ અસોસિએશન (ડીડીસીએ)ની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીના ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે

દિલ્હીની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીનો ચૅરપર્સન બન્યો અતુલ વાસન
દિલ્હીની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીનો ચૅરપર્સન બન્યો અતુલ વાસન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસનની દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ અસોસિએશન  (ડીડીસીએ)ની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીના ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીમાં તેમની સાથે રૉબિન સિંહ જુનિયર અને ભૂતપૂર્વ ભારતીય બોલર પરવિન્દર અવાના ફરજ બજાવશે. આ કમિટી ડીડીસીએ અને ભારતીય ક્રિકેટ બોર્ડને દિલ્હીમાં કોવિડ-19 દરમ્યાન ટુર્નામેન્ટનું આયોજન કરવા વિશે ભલામણ કરશે. આ ઉપરાંત દરેક પાસાંને ધ્યાનમાં રાખીને પારદર્શિતા જાળવવાની તેમની જવાબદારી રહેશે. આ કમિટી ડીડીસીએમાં સિલેક્શન કમિટી, કોચ, મૅનેજર અને સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવાની ભલામણ પણ કરી શકશે. ગયા અઠવાડિયે ડીડીસીએએ ૨૦૨૦-’૨૧ માટે ૮ કમિટીના ગઠનની જાહેરાત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK