Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીની ટીમ વિશ્વ પર રાજ કરી શકે છે : કુંબલે

કોહલીની ટીમ વિશ્વ પર રાજ કરી શકે છે : કુંબલે

27 October, 2019 11:56 AM IST | નવી દિલ્હી

કોહલીની ટીમ વિશ્વ પર રાજ કરી શકે છે : કુંબલે

અનિલ કુંબલે

અનિલ કુંબલે


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ કૅપ્ટન અને કોચ તરીકેની ફરજ બજાવી ચૂકેલા અનિલ કુંબલેએ ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરી છે. વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગમાં અત્યાર સુધી પાંચ ટેસ્ટ મૅચ રમીને પાંચેય મૅચ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયા પૉઇન્ટ ટેબલમાં ૨૪૦ પૉઇન્ટ સાથે નંબર વન પર પહોંચી ગઈ છે.

આ સંદર્ભે ટીમનાં વખાણ કરતાં કુંબલેએ કહ્યું હતું કે ‘હા, હું માનું છું અને જ્યારે ત્રણ વર્ષ પહેલાં હું કોચ હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે વિરાટની આ ટીમ પાસે વર્લ્ડ ક્રિકેટ પર રાજ કરવાની દરેક ટેક્નિક છે. આ માત્ર પ્લેઇંગ ઇલેવનની વાત નથી, પણ જે પ્રમાણે ટીમમાં ટૅલન્ટ છે એ વખાણવાલાયક છે. ટીમમાં જે બીજા પ્લેયરો છે તેમનામાં પણ ઘણું ટૅલન્ટ છે. શાહબાઝ નદીમની વાત કરીએ તો તેના જેવા પ્લેયર પાસે ઇન્ડિયા ‘એ’ માટે રમવાનો બહોળો અનુભવ છે જે ટીમને મદદરૂપ થાય છે.



આ પણ વાંચો : BCCIના ચીફ તરીકે ગાંગુલી અને NCA માટે દ્રવિડ બેસ્ટ છે : રવિ શાસ્ત્રી


પાછલી ટેસ્ટ મૅચમાં તેને છેલ્લે તક આપવામાં આવી અને તેણે પોતાના ટૅલન્ટનું પ્રદર્શન કરી બતાવ્યું. ટીમની આ જ ખાસિયત છે કે દરેક પ્લેયર પાસે પોતાનું એક વિશિષ્ટ ટૅલન્ટ છે જેના થકી તે વર્લ્ડ ક્રિકેટ પર રાજ કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 11:56 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK