Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ

ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ

30 August, 2012 05:57 AM IST |

ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ

ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ


strauss૩૫ વર્ષના સ્ટ્રાઉસે છેલ્લે મે મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટસદી ફટકારી હતી. ત્યાર પછીની આઠ ઇનિંગ્સમાં તેની એકેય હાફ સેન્ચુરી પણ નહોતી. તે છેલ્લી વન-ડે ગયા વર્ષે માર્ચમાં રમ્યો હતો.

થોડા દિવસ પહેલાં કેવિન પીટરસને સાઉથ આફ્રિકાના પ્લેયરોને મજાકભર્યા શબ્દો સાથેનો એસએમએસ કયોર્ હતો જેમાં તેણે સ્ટ્રાઉસ માટે ગાળ લખી હતી અને તેને કેવી રીતે આઉટ કરી શકાય એની તરકીબ પણ બતાવી હતી. જોકે પીટરસને આ મજાક બદલ ક્રિકેટ બોર્ડનો રોષ વહોરી લેવો પડ્યો હતો અને તેની ટીમમાંથી હકાલપટ્ટી થઈ હતી.



સ્ટ્રાઉસે ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરતી વખતે પીટરસનવાળા પ્રકરણ સાથે પોતાના નર્ણિયને કાંઈ લેવાદેવા ન હોવાની સ્પષ્ટતા કરી હતી.


સ્ટ્રાઉસે ૧૦૦ ટેસ્ટમાં ૨૧ સદીની મદદથી અને ૪૦.૯૧ની બૅટિંગઍવરેજે ૭૦૩૭ રન બનાવ્યા હતા. ૧૭૭ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેણે ૧૨૭ વન-ડેમાં ૬ સેન્ચુરી સાથે અને ૩૫.૬૩ની સરેરાશે કુલ ૪૨૦૫ રન બનાવ્યા હતા.

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2012 05:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK