પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને હાલમાં ચાલી રહેલી લંકા પ્રીમિયર લીગની ટીમ ગૅલે ગ્લૅડિયેટર્સના કૅપ્ટન શાહિદ આફ્રીદીએ અચાનક લીગ પડતી મૂકીને પાકિસ્તાન રવાના થઈ જતાં બધાને આરશ્ચય થયું છે. આફ્રિદીએ પણ સોશ્યલ મીડિયામાં પોતે પર્સનલ કારણસર લીગ છોડીને જઈ રહ્યો હોવાનું કહ્યું હતું અને એ પર્સનલ કારણ વિશે વધુ સ્પષ્તા ન કરતાં જાતજાતની અટકળો થઈ રહી હતી. જોકે હવે લંકા પ્રીમિયર લીગે તેના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ પર આફ્રિદીનો ફોટો શૅર કરીને બધી અટકળોનો અંત લાવી દીધો છે. આફ્રિદી તેની બીમાર પુત્રીને હૉસ્પિટલમાં ભરતી કરાતાં પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. લંકન પ્રીમિયર લીગે ફોટો સાથે લખ્યું હતું કે બધું બરાબર થઈ જતાં આફ્રિદી ફરી ટીમ સાથે જોડાઈ જશે.
હાફિઝ સઈદના બે સાગરીતોને ૧૫ વર્ષની કેદની સજા ફટકારતી પાકિસ્તાનની કોર્ટ
14th January, 2021 16:27 ISTજમ્મુમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફને ટનલ મળી
14th January, 2021 15:22 ISTપાકિસ્તાન ડિપ્લોમૅટે કર્યો સ્વીકાર, બાલાકોટ હુમલામાં ૩૦૦ લોકોનાં થયાં હતાં મોત
10th January, 2021 14:47 ISTBlackout in Pakistan: ઇસ્લામાબાદ અને કરાચી સહિત મોટા શહેરો અંધારામાં
10th January, 2021 09:39 IST