ઈજાગ્રસ્ત હોવાને લીધે રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થતી વન-ડે સિરીઝમાં રમતો જોવા નથી મળવાનો. સ્વાભાવિક છે કે રોહિતની ગેરહાજરીનો ફાયદો લેવા માટે યજમાન ટીમ પૂરતા પ્રયાસ કરશે, છતાં ઑસ્ટ્રેલિયાના કપ્તાન ઍરોન ફિન્ચનું માનવું છે કે આઇપીએલમાં જબરદસ્ત ફૉર્મમાં રમેલો મયંક અગરવાલ રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે. ભારત માટે શિખર ધવન અને મયંક અગરવાલ ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઊતરી શકે છે.
ફિન્ચે રોહિત વિશે કહ્યું કે ‘તે એક મહાન પ્લેયર છે અને તે એક એવો પ્લેયર છે જેણે ભૂતકાળમાં અમારી સામે સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. તે ઈજાગ્રસ્ત હોવો એ ઘણી દુખદ વાત છે. તમે હંમેશાં બેસ્ટ પ્લેયર સામે રમવાની ઇચ્છા રાખો છો અને મને લાગે છે કે મયંક રોહિતને રિપ્લેસ કરી શકશે, જે પોતે એક સારા ફૉર્મમાં છે. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે તો તેના રેકૉર્ડ બધું કહી આપે છે કે તેના જેવો બીજો કોઈ પ્લેયર નથી. અમે તેને વહેલી તકે આઉટ કરવાનો પ્રયાસ રીશું.’
કાંગારૂ તેમના જબરદસ્ત ઑલરાઉન્ડર મિચેલ માર્શ હોવા છતાં ઍરોન ફિન્ચ પોતાની ટીમથી સંતુષ્ટ છે. આ વિશે વાત કરતાં ઍરોન ફિન્ચે કહ્યું કે ‘અમારી ટીમ હાલના સમયમાં ઘણી સંતુલિત છે. ટી૨૦માં મૅક્સવેલ કમાલ કરી શકે છે અને તેની બોલિંગમાં ઘણો સુધારો આવ્યો છે. માર્ક્સ સ્ટૉઇનિસે પણ ડેથ ઓવરમાં બોલિંગ કરતાં શીખી લીધું છે.’
હું પૅડ પહેરીને, ઇન્જેક્શન લઈને રમવા એકદમ તૈયાર બેઠો હતો
25th January, 2021 12:17 ISTઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત
21st January, 2021 14:45 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST