ગુલની બોલ ટેમ્પરિંગ બાબતે ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ થયું

Published: 4th October, 2011 20:54 IST

લંડન: વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ૪૯૯ રૂપિયાની કિંમતની ‘કન્ટ્રોવર્સિયલી યૉર્સ’ ટાઇટલવાળી આત્મકથામાં પોતાના સહિત પાકિસ્તાનના બધા ફાસ્ટ બોલરોને બૉલ ટૅમ્પરિંગ કરનાર ગુનેગાર તરીકે ઓળખાવ્યા એને પગલે તેના જ દેશના ઉમર ગુલે ઇંગ્લૅન્ડના પેસબોલરો જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડને નિશાન બનાવ્યા એના લંડનમાં ગઈ કાલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.ગુલે ઍન્ડરસન-બ્રૉડને ટાર્ગેટ બનાવ્યા પછી પોતાના જ આક્ષેપોને ખોટા પાડતાં સૂરમાં કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ એ હતો કે બોલર જો બૉલને ખરબચડી સપાટી પર કે બાઉન્ડરી લાઇનની બહારના ઍડના બોર્ડ પર ફેંકે એટલે એ ખરાબ થઈ જતો હોય છે.

જોકે ઇંગ્લૅન્ડના વન-ડે સુકાની ઍલસ્ટર કુકે ગઈ કાલે ભારતના પ્રવાસે આવવા રવાના થતાં પહેલાં લંડનના ઍરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે ‘ઉમર ગુલના આક્ષેપો સાવ ખોટા છે. તેણે આક્ષેપો કર્યા અને પછી પોતે જ અને ખોટા પાડતાં નિવેદનો કર્યા હતા. આ તો એવી વાત થઈ, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર.’

ગુલ શું બોલ્યો હતો?

ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં એક મૅચમાં મેં જેમ્સ ઍન્ડરસનને બૉલ સાથે ચેડાં કરતો જોયો હતો. ત્યાર પછી ઍશિઝ સિરીઝની એક મૅચમાં મેં સ્ટુઅર્ટ બ્રૉડને બૂટ પર બૉલ ઘસી રહેલો ટીવી પર જોયો હતો.

જોકે જૂના બૉલથી રિવર્સ-સ્વિંગ કરવા માટે ફાસ્ટ બોલરો દ્વારા અપનાવવામાં આવતી આ ટેક્નિક કોઈ નવી વાત નથી.
મેં ઍન્ડરસન અને બ્રૉડ પર બૉલ ટૅમ્પરિંગનો સીધો આક્ષેપ નથી કર્યો. મારો કહેવાનો મતલબ એ હતો કે બૉલ જો ખરાબ સપાટી પર પડે કે બાઉન્ડરી લાઇનની બહારના ઍડના બોર્ડને વાગે તો બૉલ પર ઘસરકા પડી શકે. આમાં કંઈ બોલરનો વાંક ન કહેવાય.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK