ભારતીય દોડવીર દુતી ચંદે 19 ઓગસ્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નાડાને આ વખતે તેને બચાવવા માટે અપીલ કરી હતી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે તેણે આ પહેલા ઘણા ડોપિંગ ટેસ્ટ આપ્યા હતા જ્યાં તે ક્યારેય પોઝિટિવ નહોતી. નાડાએ ડોપિંગ મામલે ભારતીય દોડવીર દુતી ચંદ પર 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.