ભારતીય ટીમ ૯ પેનલ્ટી કૉર્નરમાંથી પાંચ ગોલ કરવામાં સફળ રહી હતી
ગોલ કરવા અને ગોલ રોકવાની રસાકસી જોવા મળી ભારત-થાઇલૅન્ડની મહિલા પ્લેયર્સ વચ્ચે
ચીનમાં આયોજિત વિમેન્સ એશિયા કપ 2025માં ભારતે થાઇલૅન્ડને ૧૧-૦થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે. વિશ્વના નવમા ક્રમાંકિત ભારતે ગ્રુપ-બીની મૅચમાં ૩૦મા ક્રમાંકિત થાઇલૅન્ડ સામે હાફ-ટાઇમ સુધી ૫-૦ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ ૯ પેનલ્ટી કૉર્નરમાંથી પાંચ ગોલ કરવામાં સફળ રહી હતી. ભારતના મજબૂત ડિફેન્સને કારણે હરીફ ટીમના પ્લેયર્સને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી.


