નીરજ ચોપડાની ઓળખ નમ્ર અને વિવેકી સેલિબ્રિટી તરીકેની છે અને તેને કારનો સંગ્રહ કરવાનો પણ શોખ છે.
લાઇફમસાલા
નીરજ ચોપડાનો બંગલો અને લક્ઝરી ગાડીઓની ભવ્યતા જોઈ?
નીરજ ચોપડા જૅવલિન થ્રોમાં રજત ચન્દ્રક મેળવીને ફરી એક વાર ભારતીયોનાં હૃદયમાં વસી ગયો છે. આને કારણે અત્યારે ચર્ચામાં છે ત્યારે પાણીપતમાં આવેલો તેનો ભવ્ય બંગલો અને ગાડીઓનું કલેક્શન વગેરે પણ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાં છે. નીરજ ચોપડાની ઓળખ નમ્ર અને વિવેકી સેલિબ્રિટી તરીકેની છે અને તેને કારનો સંગ્રહ કરવાનો પણ શોખ છે. તેની પાસે ફૉર્ડ મસ્ટંગ, રેન્જ રોવર, મહિન્દ્ર XUV અને મહિન્દ્ર થાર પણ છે. એટલું જ નહીં, રૉયલ એન્ફીલ્ડ અને હાર્લી ડેવિડસન જેવી હાઈ-એન્ડ બાઇક પણ છે. નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલી વાર ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે ભારતના પ્રથમ વ્યક્તિગત ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાએ તેને ગોલ્ડન રીટ્રીવર ભેટ આપ્યું હતું. ઑલિમ્પિકની યાદમાં નીરજે એનું નામ પણ ટોક્યો રાખ્યું છે.