નૅશનલ લેવલની થાઈ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ શાનદાર પ્રદર્શન કરીને વધુમાં વધુ મેડલ જીતે એવા અમે પ્રયત્ન કરીશું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાઈ બૉક્સિંગ અસોસિએશન ગુજરાતની નવી કરોબારી કમિટીની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં બદરીનાથ પાંડેને પ્રમુખ, અમનદીપ સિંઘ ગોત્રાને મહામંત્રી, વિરલ પટેલને સિનિયર ઉપ-પ્રમુખ, યુવરાજ સિંહ રાણાને ઉપ-પ્રમુખ, સૂરજપ્રતાપ સિંઘ સિદ્ધુને સહમંત્રી, શ્રદ્ધા પટેલને ખજાનચી અને ચેતન ફુમાકિયાને કારોબારી સમિતિના સભ્યપદની જવાબદારી સોંપવામાં આવી છે. આ કારોબારી કમિટી ૨૦૨૪થી ૨૦૨૮ સુધી કાર્યરત રહેશે. પ્રમુખ બદરીનાથ પાંડેએ જણાવ્યું કે અમારું સંપૂર્ણ ધ્યાન થાઈ બૉક્સિંગ પ્લેયર્સ પર રહેશે. તેમને ડાયટ અને ટ્રેઇનિંગ સહિતની તમામ સુવિધા યોગ્ય પ્રમાણમાં મળે એવો અમારો પ્રયત્ન રહેશે. મહામંત્રી અમનદીપ સિંઘ ગોત્રાએ અસોસિએશનના ટાર્ગેટ વિશે વાત કરતાં જણાવ્યું કે આ વર્ષે અમે બે સ્ટેટ અને અલગ-અલગ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કરાવીશું. નૅશનલ લેવલની થાઈ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ શાનદાર પ્રદર્શન કરીને વધુમાં વધુ મેડલ જીતે એવા અમે પ્રયત્ન કરીશું.