સિંધુને હરાવી સાઇના ફરી બની નૅશનલ ચૅમ્પિયન
પી. વી સિંધુ અને સાયના નેહવાલ
ત્રણ વખતની ચૅમ્પિયન સાઇના નેહવાલે ગઈ કાલે ગુવાહાટીમાં રમાયેલી ફાઇનલમાં શાનદાર રમત બતાવતાં બે વખતની ચૅમ્પિયન પી. વી. સિંધુને ૨૧-૧૮, ૨૧-૧૫થી હરાવી હતી. ગયા વર્ષે નાગપુરમાં રમાયેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં પણ ૨૦૧૨માં ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ મેડલ વિજેતા સાઇનાએ સિંધુને હરાવી હતી. તેણે ૨૦૧૫ રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા સિંધુને ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગૅમ્સની ફાઇનલમાં પણ હરાવી હતી. એ પહેલાં સૌરભ વર્માએ યુવા ખેલાડી લક્ષ્ય સેનને હરાવી ત્રીજી વખત સિનિયર બૅડ્મિન્ટન નૅશનલ ટાઇટલ જીત્યું હતું. આ પહેલાં ૨૦૧૧ અને ૨૦૧૭માં આ ટાઇટલ જીતી ચૂકેલા સૌરભે એશિયન જુનિયર ચૅમ્પિયન ૧૭ વર્ષના લક્ષ્યને ૨૧-૧૮, ૨૧-૧૩થી હરાવ્યું હતું.