અગિયારમી સીઝનની ૨૭ ડિસેમ્બરે સેમી ફાઇનલ અને ૨૯ ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમાશે
પ્રો કબડ્ડી લીગની અગિયારમી સીઝનના કૅપ્ટન્સ ટ્રોફી સાથે
પ્રો કબડ્ડી લીગની ધમાકેદાર અગિયારમી સીઝનની પ્લેઑફ અને ફાઇનલ મૅચ ૨૬થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન પુણેમાં રમાશે. પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના બૅડ્મિન્ટન હૉલમાં ૨૬ ડિસેમ્બરે એલિમિનેટર, ૨૭ ડિસેમ્બરે સેમી ફાઇનલ અને ૨૯ ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. હૈદરાબાદ અને નોએડા બાદ આ સીઝનના ત્રીજા રાઉન્ડનું આયોજન પુણેમાં જ ત્રણથી ૨૪ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવ્યું છે.