નવમાંથી ત્રણ ગોલ ગૉન્સાલો ઇનાસ્યુએ કર્યા હતા

ટીમની તસવીર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને યુરોપિયન ચૅમ્પિયનશિપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં અગાઉની સતત બે મૅચમાં યલો કાર્ડ બતાવાયું હોવાથી તે સોમવારે પોર્ટુગલના અલ્મેન્સિલ શહેરમાં લક્ઝમ્બર્ગ સામે રમાયેલી મૅચમાં નહોતું રમવા મળ્યું, પરંતુ તેની ગેરહાજરી છતાં પોર્ટુગલની ટીમે ૯-૦થી વિક્રમજનક વિજય મેળવ્યો હતો.
નવમાંથી ત્રણ ગોલ ગૉન્સાલો ઇનાસ્યુએ તેમ જ બે-બે ગોલ ગૉન્સાલો રામોસ અને ડિયોગો જૉટાએ કર્યા હતા. એક-એક ગોલ રિકાર્ડો હોર્ટા, બ્રુનો ફર્નાન્ડિઝ અને જોઆઓ ફેલિક્સે કર્યો હતો. મેન્સ ફુટબૉલમાં સૌથી વધુ ૧૨૩ ઇન્ટરનૅશનલ ગોલ કરનાર રોનાલ્ડોને આ મૅચમાં ઘણા ગોલ કરવાનો મોકો હતો, પરંતુ તે મૅચમાં જ નહોતો રમી શક્યો. જોકે પોર્ટુગલની ગ્રુપ-સ્ટેજમાં હચી ચાર મૅચ બાકી છે.