અત્યાર સુધી ૫૨૭ ગોલનો રેકૉર્ડ ઑસ્ટ્રિયન-ચેઝ પ્રોફેશનલ ફુટબૉલર જોસેફ ‘પેપી’ બિકનના નામે હતો.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શુક્રવારે રિયાધમાં અલ અખદૌદ ટીમ સામે બે ગોલ સાથે વધુ એક ઇતિહાસ રચી દીધો હતો. તેના આ બે ગોલ વડે તેની ટીમ અલ-નસરનો ૩-૦થી શાનદાર વિજય થયો હતો અને ફર્સ્ટ-ડિવિઝન મૅચોમાં રેકૉડબ્રેક ૫૨૭ ગોલ થઈ ગયા હતા. અત્યાર સુધી ૫૨૭ ગોલનો રેકૉર્ડ ઑસ્ટ્રિયન-ચેઝ પ્રોફેશનલ ફુટબૉલર જોસેફ ‘પેપી’ બિકનના નામે હતો.
૩૮ વર્ષના રોનાલ્ડોએ ૨૦૨૩માં કુલ ૬૧ ગોલ ફટકાર્યા છે. રોનાલ્ડો જાન્યુઆરીમાં સાઉદીના કબલ અલ નસર સાથે જોડાયો હતો અને ૪૨ મૅચમાં તેની આ નવી ટીમ વતી ૩૬ ગોલ ફટકારી ચૂક્યો છે.

