મનુનો બ્રૉન્ઝ મેડલ અમારા માટે ગોલ્ડ છે : દાદી દયા કૌર
મનુ ભાકર
આત્મવિશ્વાસથી ભરપૂર મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાં તેના બીજા મેડલ તરફ આગળ વધી રહી છે. ગઈ કાલે તેણે સરબજોત સિંહ સાથે ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મૅચ માટે ક્વૉલિફાય કર્યું હતું. મનુ અને સરબજોતે મેડલ રાઉન્ડમાં પ્રવેશવા માટે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ૫૮૦નો સ્કોર કર્યો. ૨૦ પર્ફેક્ટ શૉટ સાથે આ ભારતીય ટીમ ત્રીજા ક્રમે રહી હતી.
મનુનો બ્રૉન્ઝ મેડલ અમારા માટે ગોલ્ડ છે : દાદી દયા કૌર
ADVERTISEMENT
મનુ ભાકર તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે છેલ્લાં બે વર્ષથી ફરીદાબાદમાં રહે છે. પૅરિસ ઑલિમ્પિક્સના છ મહિના પહેલાં મનુ પોતાની દાદી દયા કૌરને મળવા પહોંચી ત્યારે તેણે પૂછ્યું હતું કે હું તમારા માટે વિદેશથી શું લાવું? દયા કૌરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ બ્રૉન્ઝ મેડલ અમારા માટે સોના જેવો છે અને અમારા પરિવારનો સૌથી મોટો ખજાનો છે. જ્યારે તે અહીં આવે છે ત્યારે ઘરના બગીચામાંથી તાજાં ફળો તેમ જ રાયતું માગે છે. કેટલીક વાર તેને ચૂરમાના લાડુ ખાવા પણ ગમે છે.’

