ડૉક્ટરની સલાહ લેવા માટે ઊપડ્યો છે જર્મની
નીરજ ચોપડા
જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સંભવિત સર્જરી વિશે તબીબી સલાહ લેવા જર્મની જવા રવાના થયો હતો. એક પારિવારિક સૂત્રે કહ્યું હતું કે ‘તે જર્મની જવા રવાના થઈ ગયો છે અને ઓછામાં ઓછા એક મહિના સુધી સ્વદેશ પરત ફરે એવી શક્યતા નથી. પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં તેને પેટની નીચેના ભાગમાં ઇન્જરી થઈ હતી.